મારા દાદાની પૂર્ણિમા આજ
મારા દાદાની પૂર્ણિમા આજ
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
મારા દાદાની પૂર્ણિમા આજ
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
કોને કહું આ અપૂર્વ વાત
કોઈ શબ્દો ના આવે મારી પાસ
મારા દાદાની પૂર્ણિમા આજ
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
એક એવો અવસરીયો રે
એક એવો અવસરીયો રે
અપૂર્વ તેને કહ્યો
અપૂર્વ તેને કહ્યો
જ્ઞાનીઓની આ વાતોનો સાર
મોઈલાને જગાડે રે
જ્ઞાનીઓની આ વાતોનો સાર
મોઈલાને જગાડે રે
કોને કહું આ અપૂર્વ વાત
કોઈ શબ્દો ના આવે મારી પાસ
મારા દાદાની પૂર્ણિમા આજ
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
ભાવોનું સાયન્સ જાણ્યું
ભાવોનું સાયન્સ જાણ્યું
ભાવોના રાજા પાસે
ભાવોના રાજા પાસે
ભાવોને પણ સોંપ્યા હવે
મારા દાદાના ચરણોમાં રે
ભાવોને પણ સોંપ્યા હવે
મારા દાદાના ચરણોમાં રે
કોને કહું આ અપૂર્વ વાત
કોઈ શબ્દો ના આવે મારી પાસ
મારા દાદાની પૂર્ણિમા આજ
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
અસહજ પોતાનું પણું
અસહજ પોતાનું પણું
જેણે જોયું અને જાણ્યું
જેણે જોયું અને જાણ્યું
મહામુનિ જો નાચ્યો હવે
મહામુક્તિ અનુભવીને
મહામુનિ જો નાચ્યો હવે
મહામુક્તિ અનુભવીને
કોને કહું આ અપૂર્વ વાત
કોઈ શબ્દો ના આવે મારી પાસ
મારા દાદાની પૂર્ણિમા આજ
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
કેવી કૃપા કરૂણામૂર્તિની
કેવી કૃપા કરૂણામૂર્તિની
અરે જુઓ મહાત્માઓ
અરે જુઓ મહાત્માઓ
આદ્ય શક્તિ છે પ્રત્યક્ષ આ
મા માનો કે મલ્લિ માનો
આદ્ય શક્તિ છે પ્રત્યક્ષ આ
મા માનો કે મલ્લિ માનો
કોને કહું આ અપૂર્વ વાત
કોઈ શબ્દો ના આવે મારી પાસ
મારા દાદાની પૂર્ણિમા આજ
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
એક પ્લેટફોર્મ પર જે ખૂલ્યું
એક પ્લેટફોર્મ પર જે ખૂલ્યું
સર્વોચ્ચ તબક્કો છે
સર્વોચ્ચ તબક્કો છે
અહીંથી જ જે ચાખ્યો જે પ્રેમ
તેને જ શુદ્ધ કહ્યો
અહીંથી જ જે ચાખ્યો જે પ્રેમ
તેને જ શુદ્ધ કહ્યો
કોને કહું આ અપૂર્વ વાત
કોઈ શબ્દો ના આવે મારી પાસ
મારા દાદાની પૂર્ણિમા આજ
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
હૃદયમાં ચરણાર્વિંદનું
હૃદયમાં ચરણાર્વિંદનું
કરુણાના નયનોનું
કરુણાના નયનોનું
હુંફોની આ હુંફોમાં
કોને ભેટું કે ના ભેટું
હુંફોની આ હુંફોમાં
કોને ભેટું કે ના ભેટું
કોને કહું આ અપૂર્વ વાત
કોઈ શબ્દો ના આવે મારી પાસ
મારા દાદાની પૂર્ણિમા આજ
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
સર્વે ભીડોનું એકાંત આ
સર્વે ભીડોનું એકાંત આ
પરમાત્મા અનુભવ નું
પરમાત્મા અનુભવ નું
મહીંથી જ જે વધતું રહ્યું
પરમાર્થિક સમર્પણનું
મહીંથી જ જે વધતું રહ્યું
પરમાર્થિક સમર્પણનું
કોને કહું આ અપૂર્વ વાત
કોઈ શબ્દો ના આવે મારી પાસ
મારા દાદાની પૂર્ણિમા આજ
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
મારા દાદાની પૂર્ણિમા આજ
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર
નિત્ય છલકાવે જ્ઞાનની ધાર