મારા દાદાની આંખોમાં કારૂણ્યમય દ્રષ્ટિ જ છે
મારા દાદાના બોલોમાં સાક્ષાત્ મંત્ર જ છે
મારા દાદાના સુચરણોમાં સાક્ષાત્ મોક્ષ જ છે
વીતરાગોએ સોંપેલું અદ્ભૂત વચન
તીર્થંકરોનું મૂળ સ્વરૂપ એ
સાક્ષાત્ જ્ઞાની પુરુષની કૃપા દાદા ભગવાન મારા
મારા દાદાની આંખોમાં કારૂણ્યમય દ્રષ્ટિ જ છે
મારા દાદાના બોલોમાં સાક્ષાત્ મંત્ર જ છે
મારા દાદાના સુચરણોમાં સાક્ષાત્ મોક્ષ જ છે
અનંત કાળ મૂઢાત્મા થઈને ફર્યો
પુણ્યૈના ઉપાદાને નિમિત્ત મળ્યા
ભવસાગર તારો તાર્યો દાદા ભગવાને મારા
મારા દાદાની આંખોમાં કારૂણ્યમય દ્રષ્ટિ જ છે
મારા દાદાના બોલોમાં સાક્ષાત્ મંત્ર જ છે
મારા દાદાના સુચરણોમાં સાક્ષાત્ મોક્ષ જ છે
હવે દ્રષ્ટિ તારી કોઈ દી ફરે જ ના
ચિત્ત તારું કોઈ દી ભટકે જ ના
થયું તારું શુદ્ધિકરણ કરૂણામૂર્તિની કૃપા થયે
મારા દાદાની આંખોમાં કારૂણ્યમય દ્રષ્ટિ જ છે
મારા દાદાના બોલોમાં સાક્ષાત્ મંત્ર જ છે
મારા દાદાના સુચરણોમાં સાક્ષાત્ મોક્ષ જ છે
દ્રષ્ટિઓ હતી માત્ર નય નયની
પરમ વિનયની ઓળખ અનયની
સુનયનોમાં જોતાં મળી દાદા ભગવાન મારા
મારા દાદાની આંખોમાં કારૂણ્યમય દ્રષ્ટિ જ છે
મારા દાદાના બોલોમાં સાક્ષાત્ મંત્ર જ છે
મારા દાદાના સુચરણોમાં સાક્ષાત્ મોક્ષ જ છે
દાદા નામથી જ જ્યાં મોક્ષ વર્તાય
શ્વાસે શ્વાસે જ્યાં આ અનુભવ થાય
અલખ નિરંજન નિત્ય રહ્યું દાદા ભગવાન જ આ
મારા દાદાની આંખોમાં કારૂણ્યમય દ્રષ્ટિ જ છે
મારા દાદાના બોલોમાં સાક્ષાત્ મંત્ર જ છે
મારા દાદાના સુચરણોમાં સાક્ષાત્ મોક્ષ જ છે
સર્વે મહાત્મામાં દાદા જોવા હવે
સત્ સંગ અપૂર્વ વર્તે હવે
નિજ દ્રષ્ટિથી નિર્દોષ સૌ દાદા ભગવાન જ આ