મારા દાદાના શરણોમાં આવ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
એમની કીરપાથી સ્વ-પદને પામ્યો
એમની કીરપાથી સ્વ-પદને પામ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
ભવોભવની ભટકામણ ટાળી
ભવોભવની ભટકામણ ટાળી
ભાવનિંદ્રામાંથી જગાડી
ભાવનિંદ્રામાંથી જગાડી
બિન પાત્ર મને સમકિત ઠારી
બિન પાત્ર મને સમકિત ઠારી
ભવસાગરમાં ડૂબતો બચાવી
દાદાએ આદર્શ વ્યવહાર સ્થાપ્યો
એમની કીરપાથી સ્વ-પદને પામ્યો
એમની કીરપાથી સ્વ-પદને પામ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
દ્રષ્ટિ નિર્દોષ આંખોમાં આંજી
દ્રષ્ટિ નિર્દોષ આંખોમાં આંજી
જગત નિર્દોષનું દર્શન કરાવી
જગત નિર્દોષ દર્શન કરાવી
દોષ જે છે તે તારો સમજાવી
દોષ જે છે તે તારો સમજાવી
અંતે તું પણ છું નિર્દોષ બતાવી
દાદાએ વીતરાગ મુક્તિ જ આપી
એમની કીરપાથી સ્વ-પદને પામ્યો
એમની કીરપાથી સ્વ-પદને પામ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
બોધ બીજ મુજમાં ઉગાડી
બોધ બીજ મુજમાં ઉગાડી
શુદ્ધ આત્માનું દર્શન કરાવી
શુદ્ધ આત્માનું દર્શન કરાવી
લક્ષ અલખ નિરંજનનું સ્થાપી
લક્ષ અલખ નિરંજનનું સ્થાપી
સુદર્શન કેવળીનું સોંપી
પાંચ વાક્યોમાં મોક્ષ ભેલાડી
એમની કીરપાથી સ્વ-પદને પામ્યો
એમની કીરપાથી સ્વ-પદને પામ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
ત્રણ બેટરીનું ચાર્જિંગ ટાળી
ત્રણ બેટરીનું ચાર્જિંગ ટાળી
નવા કર્મો થતાં અટકાવી
નવા કર્મો થતાં અટકાવી
પાડોશીને જ ભોક્તા બનાવી
પાડોશીને જ ભોક્તા બનાવી
મને સંપૂર્ણ અલિપ્ત રાખી
દાદાએ સ્વ-પર ભેદ વર્તાવ્યો
એમની કીરપાથી સ્વ-પદને પામ્યો
એમની કીરપાથી સ્વ-પદને પામ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
આવાં અજોડ જ્ઞાનનું દર્શન
આવાં અજોડ જ્ઞાનનું દર્શન
આવી સહજ વર્તાતી દીક્ષા
આવી સહજ વર્તાતી દીક્ષા
પામે સર્વે મુંઝાતા જીવો
પામે સર્વે મુંઝાતા જીવો
માત્ર જ્ઞાનીની એક દ્રષ્ટિથી
દાદાએ અખૂટ પ્રેમ ફેલાવ્યો
એમની કીરપાથી સ્વ-પદને પામ્યો
એમની કીરપાથી સ્વ-પદને પામ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો
મારા દાદાના શરણોમાં આવ્યો