મારા ભવોભવની ભાવના
મારા ભવોભવની ભાવના
પ્રભુ પ્રેમે આપે સ્વીકારીયાં
હવે આજ એક જ ભાવના
હવે આજ એક જ ભાવના
પ્રભુ પ્રત્યક્ષ જ સ્વીકારજો
મારા ભવોભવની ભાવના
પ્રભુ પ્રેમે આપે સ્વીકારીયાં
હવે આજ એક જ ભાવના
પ્રભુ પ્રત્યક્ષ જ સ્વીકારજો
મારા ભવોભવની ભાવના
જેના અંતરંગમા કષાય નથી જેના ભાવોમાં હિંસા નથી
જેના અંતરંગમા કષાય નથી જેના ભાવોમાં હિંસા નથી
જેના ભાવોમાં હિંસા નથી
એવો અરૂપી મહીં દાદાનો
પ્રભુ આપ માટે ઘડાઈ રહ્યો
મારા ભવોભવની ભાવના
અવ્યક્ત ઓળખ દૂરની પૂજા છે આ નવ અંગોની
અવ્યક્ત ઓળખ દૂરની પૂજા છે આ નવ અંગોની
પૂજા છે આ નવ અંગોની
જ્યાં સાષ્ટાંગી અપર્ણ વહે
પહેલી છેલ્લી પૂજા કહી
મારા ભવોભવની ભાવના
વિવેકથી વિનયથી વિનયથી આ પામ્યો
વિવેકથી વિનયથી વિનયથી આ પામ્યો
વિનયથી આ પામ્યો
હવે પરમ વિનયથી
પ્રભુ આપને જ ઓળખીયાં
મારા ભવોભવની ભાવના
વીતરાગોનું આ દરશન અનુભવ ક્ષેત્રે વહી રહ્યું
વીતરાગોનું આ દરશન અનુભવ ક્ષેત્રે વહી રહ્યું
અનુભવ ક્ષેત્રે વહી રહ્યું
દાદાના અમારા પરમ નિમિત્ત
પ્રેમ સ્વરૂપ બન્ને જણ
મારા ભવોભવની ભાવના
સંકેતો સૂક્ષ્મ આપના નીરાવરણીને જ પૂગે
સંકેતો સૂક્ષ્મ આપના નીરાવરણીને જ પૂગે
નીરાવરણીને જ પૂંગે
અહીં ખુલ્લા કરજો રહસ્યો સૌ
કોટી વંદન તરસતા રે
મારા ભવોભવની ભાવના
પ્રભુ પ્રેમે આપે સ્વીકારીયાં
હવે આજ એક જ ભાવના
પ્રભુ પ્રત્યક્ષ જ સ્વીકારજો
મારા ભવોભવની ભાવના
પ્રભુ પ્રેમે આપે સ્વીકારીયાં
હવે આજ એક જ ભાવના
પ્રભુ પ્રત્યક્ષ જ સ્વીકારજો
મારા ભવોભવની ભાવના