મને ઘડી ઘડી દાદા યાદ
મને ઘડી ઘડી દાદા યાદ આવતા રે લોલ
શુધ્ધાત્મા સ્મરણ જગાવતા રે લોલ
મને ઘડી ઘડી દાદા યાદ આવતા રે લોલ
શુધ્ધાત્મા સ્મરણ જગાવતા રે લોલ
મેં તો અહંકાર દાદાને ચરણે ધર્યો રે લોલ
નિજ સ્વરૂપમાં જઈ ઠર્યો રે લોલ
મેં તો અહંકાર દાદાને ચરણે ધર્યો રે લોલ
નિજ સ્વરૂપમાં જઈ ઠર્યો રે લોલ
મારો જનમ મરણનો ફેરો ટળ્યો રે લોલ
દાદે મોક્ષની લિફટમાં બેસાડીયો રે લોલ
મારો જનમ મરણનો ફેરો ટળ્યો રે લોલ
દાદે મોક્ષની લિફટમાં બેસાડીયો રે લોલ
હે મને ઘડી ઘડી
મને ઘડી ઘડી દાદા યાદ આવતા રે લોલ
શુધ્ધાત્મા સ્મરણ જગાવતા રે લોલ
પડળ ચર્મ ચક્ષુનાં ઉતારીયાં રે લોલ
દિવ્યચક્ષુએ શુદ્ધાત્મા દેખાડીયો રે લોલ
પડળ ચર્મ ચક્ષુનાં ઉતારીયાં રે લોલ
દિવ્યચક્ષુએ શુદ્ધાત્મા દેખાડીયો રે લોલ
મેં તો જન્મ જન્માંતર વેડફયાં રે લોલ
દાદા કૃપાએ ભવડો ભાંગ્યો રે લોલ
મેં તો જન્મ જન્માંતર વેડફયાં રે લોલ
દાદા કૃપાએ ભવડો ભાંગ્યો રે લોલ
હે મને ઘડી ઘડી
મને ઘડી ઘડી દાદા યાદ આવતા રે લોલ
શુધ્ધાત્મા સ્મરણ જગાવતા રે લોલ
સંસારી વેષે સ્વરૂપ પામીયો રે લોલ
સદા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી રે લોલ
સંસારી વેષે સ્વરૂપ પામીયો રે લોલ
સદા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી રે લોલ
પાંચ આજ્ઞાનાં દાદે રક્ષણ દીધાં રે લોલ
આજ્ઞા પાલને એકાવતારી થશું રે લોલ
પાંચ આજ્ઞાનાં દાદે રક્ષણ દીધાં રે લોલ
આજ્ઞા પાલને એકાવતારી થશું રે લોલ
મને ઘડી ઘડી
હે મને ઘડી ઘડી દાદા યાદ આવતા રે લોલ
શુધ્ધાત્મા સ્મરણ જગાવતા રે લોલ
દાદે મોક્ષ ધામનો પાસપોર્ટ આપીયો રે લોલ
વીઝા સિધ્ધ શીલાના ઈસ્યુ કર્યા રે લોલ
દાદે મોક્ષ ધામનો પાસપોર્ટ આપીયો રે લોલ
વીઝા સિધ્ધ શીલાના ઈસ્યુ કર્યા રે લોલ
મહાવિદેહ ક્ષેત્રે હવે જઈશું રે લોલ
સ્વામી સીમંધરનું શરણું લઈશું રે લોલ
મહાવિદેહ ક્ષેત્રે હવે જઈશું રે લોલ
સ્વામી સીમંધરનું શરણું લઈશું રે લોલ
મને ઘડી ઘડી
હે મને ઘડી ઘડી દાદા યાદ આવતા રે લોલ
શુધ્ધાત્મા સ્મરણ જગાવતા રે લોલ
મારે ચૌદ લોક નાથની કૃપા ઘણી રે લોલ
મારે હૈયે દાદા હિલોડતા રે લોલ
મારે ચૌદ લોક નાથની કૃપા ઘણી રે લોલ
મારે હૈયે દાદા હિલોડતા રે લોલ
મને ઘડી ઘડી
હે મને ઘડી ઘડી દાદા યાદ આવતા રે લોલ
શુધ્ધાત્મા સ્મરણ જગાવતા રે લોલ
મને ઘડી ઘડી
હે મને ઘડી ઘડી દાદા યાદ આવતા રે લોલ
શુધ્ધાત્મા સ્મરણ જગાવતા રે લોલ
શુધ્ધાત્મા સ્મરણ જગાવતા રે લોલ
શુધ્ધાત્મા સ્મરણ જગાવતા રે લોલ