મન વશ કરતા
મન વશ કરતા મૂંઝાયા યોગી તપસ્વી બુદ્ધિશાળી
મન વશ કરતા મૂંઝાયા યોગી તપસ્વી બુદ્ધિશાળી
તોય ન ઊકલ્યો કોયડો ચેતન ગયું જ ઓગળી
ગહેરાઈ ગહન એની ગૂંચે ગૂંચ જ ગૂંચાળો
જ્ઞાની મલે થાયે સરળ નહીં તો ભવનો ઊકાળો
મન વશ કરતા મૂંઝાયા યોગી તપસ્વી બુદ્ધિશાળી
સુણ દાદા સર્વજ્ઞ તણી સરસ્વતી સ્યાદવાદ
મન મારું હું મન નહીં એ તો છે પર પરિણામ
જ્યમ ગાંઠો કંકોડીની વાડ ખેતર તણી પડી
ત્યમ મનરૂપી ગ્રંથિઓ ગત અજ્ઞાને કરી ભરી
જ્યારે ફૂટે ગ્રંથિઓ તે જ વિચાર અન્ય નહીં
જેમાં રાગ વિશેષ કર્યો વારંવાર વિચારો મહીં
મન વશ કરતા મૂંઝાયા યોગી તપસ્વી બુદ્ધિશાળી
હું છું જ્ઞાતા દ્રષ્ટા માત્ર વિચારથી અસ્પર્શ સદા
જો મારું માન્યું તેને તો મન દેખાડશે અદા
નિર્ગ્રંથ સર્વજ્ઞ એક હોય તે જ બનાવે ગ્રંથિ રહિત
નહીં તો એક ઉકેલતા પાંચ પડે ગૂંચો સહિત
જેના ફણગા ફૂટી પડે મૂળ સહિત ઊખેડી નાખ
કોદાળીનું કામ નહીં માત્ર જ્ઞાતા દ્રષ્ટા પદ રાખ
મન વશ કરતા મૂંઝાયા યોગી તપસ્વી બુદ્ધિશાળી
વર્ષાની વળી વાટ જો ત્રિ વરસ ફૂટતી જાય
છેદન તું કરતો રહે મન પેમ્ફ્લેટ નિકાલ થાય
મનને મારતા મરીશ તું ફિલ્મ વગર જોઈશ શું
જ્ઞેય જ્યાં જ્ઞાતાય ત્યાં ખીલવે મન ખીલીશ તું
અવકાશે જો પતંગ ઊડે ભાળીશ સહિત દોર
પતંગ જ જો ના ઊડે તો શું જોશે જોનાર
મન વશ કરતા મૂંઝાયા યોગી તપસ્વી બુદ્ધિશાળી
મન પતંગ ગુલાંટ કરે તું ના ખાતો ગુલાંટ
માત્ર ખેંચ સમતા લગામ અચલ દાદા સલાટ
મન વશ કરવા મથ્યો ઘણો એ તો ના થાયે કદી
જ્યાં મૂક્યો કંટ્રોલ તે બમણા વેગે નોંધાવે સદી
જડ મન ને તું ચેતન કેમ ગુણાકાર થાય
અંત:કરણનું અંગ એ પ્રતિષ્ઠિત આત્મા બંધાય
મન વશ કરતા મૂંઝાયા યોગી તપસ્વી બુદ્ધિશાળી
મન ગતજ્ઞાન દર્શનતણું ગઉ ગઉએ બદલાય
તેથી મૂંઝવે મતિ અતિ બાંધ્યો દૃષ્ટિમાં અભિપ્રાય
મન કદી બહાર ન જાય પેમ્ફ્લેટ બતાવે રંગ
જ્ઞેય મન જ્ઞાતા દ્રષ્ટા સ્વયં નિર્ભેળ નિર્લેપ અસંગ
મન બુદ્ધિ ચિત્ત અહંકાર બુદ્ધિ સાથે મન ભળી જાય
અહંકાર આવી મળે નિર્ણય કાર્ય સિદ્ધ થાય
મન વશ કરતા મૂંઝાયા યોગી તપસ્વી બુદ્ધિશાળી
જ્યાં જ્યાં ગાંઠો મલતી રહે ત્યાં ત્યાં જ મેળ ખાય
નહીં તો છત્રીસ આંકડો કેમે કરી ના મનાય
ગ્રંથિ ફૂટે ધુમ્મસ ઊડે દર્શન જ્ઞાન આવરણ
પરમાનંદે પડદો પડે એ જ સંજ્ઞા અપૂર્ણ
દ્રવ્ય મન રૂપક ઉકલે ભાવ મન વીંટે ફરી
વીંટવાનું જો બંધ થાય તો મુક્તિ કાયમ ખરી
મન વશ કરતા મૂંઝાયા યોગી તપસ્વી બુદ્ધિશાળી
કેમ બંધ જાતે કરીશ ચાવી તો જાણે નહીં
માસ્ટર કી (ધ્ફૂક્ક) દાદા કને મોક્ષ રોકડો તુર્ત અહીં
સર્વ ગ્રંથિ નિકાલ થયે બનીશ તું નિર્ગ્રંથ
પરમ પદ પામે સ્વયં સિદ્ધક્ષેત્રે સાદી અનંત
સર્વજ્ઞ સંપૂર્ણ દાદા સદા નિર્લેપ અસંગ અનંત
પરમસુખ પરમાનંદી ગ્રંથિઓ કરી નિર્ગ્રંથ
મન વશ કરતા મૂંઝાયા યોગી તપસ્વી બુદ્ધિશાળી