મન વચ કાયા તણા ઉપયોગમાં ઉપયોગ
બાકી પુદ્ગલ ના કોઈ કેવળજ્ઞાન સંપૂર્ણ ત્યાં
મલ્લિનાથ આદિનાથ મહાવીર ને નેમીનાથ
હું અભેદ સર્વથી દાદા સીમંધર સ્વામીથી
મન વચ કાયા તણા ઉપયોગમાં ઉપયોગ
હું મલ્લિ હું મહાવીર કારણ ગૂંજે આજ રે(૪)
સંપૂર્ણ કારણ બાંધ્યું તીર્થંકર નિયાણું રે
મન વચ કાયા તણા ઉપયોગમાં ઉપયોગ
જ્ઞાની ચાહે સો કરે એક કૃપા દષ્ટિ પડી(૪)
કલ્યાણ ભાવ જગાડીયો એક લક્ષ ધ્યેય બાંધી
મન વચ કાયા તણા ઉપયોગમાં ઉપયોગ
નીંદરું હરામ થઈ કેમ સમર્થ થાઉ હું(૪)
સમણા મલ્લિનાથના રાતદિન હરખાઉ હું
મન વચ કાયા તણા ઉપયોગમાં ઉપયોગ
સ્પંદન એક કલ્યાણના છોળો પ્રસરે વિશ્વમાં(૪)
અહો અહો અહો એ દાદાના મેકર જ્ઞાની તણા
મન વચ કાયા તણા ઉપયોગમાં ઉપયોગ
મલ્લિનાથ આદિનાથ મહાવીર ને નેમીનાથ
હું અભેદ સર્વથી દાદા સીમંધર સ્વામીથી
મન વચ કાયા તણા ઉપયોગમાં ઉપયોગ