મહાવિદેહથી આસન
મહાવિદેહથી આસન છોડી
હો મહાવિદેહથી આસન છોડી ત્રિમંદિરીયે વસો
મહાવિદેહથી આસન છોડી ત્રિમંદિરીયે વસો
ઉતારો પ્રભુ ચેતના આજે આવો સીમંધર સ્વામી
આવો સીમંધર સ્વામી આવો સીમંધર સ્વામી
ધરતી ઝંખે સૌરાષ્ટ્ર ની ધરતી ઝંખે સૌરાષ્ટ્ર ની
જ્ઞાન જયોત પ્રગટાવો જ્ઞાન જયોત પ્રગટાવો
પુણ્યશાળી રાજકોટી જન પુણ્યશાળી રાજકોટી જન
ત્રિમંદિર નો લ્હાવો ત્રિમંદિર નો લ્હાવો
પ્રભુ અમારા પ્રેમને પરખી પ્રભુ અમારા પ્રેમને પરખી
આપ શરણે લેશો
પ્રભુ તમારી કૃપા શક્તિ થી પ્રભુ તમારી કૃપા શક્તિ થી
ભરતક્ષેત્રે તારશો
ઉતારો પ્રભુ ચેતના આજે આવો સીમંધર સ્વામી
આવો સીમંધર સ્વામી આવો સીમંધર સ્વામી
જગ કલ્યાણી ભાવથી રંગેલ જગ કલ્યાણી ભાવથી રંગેલ
રોમરોમ આપના રોમરોમ આપના
લાવણ્યમય ચરમ શરીરી લાવણ્યમય ચરમ શરીરી
દેવી દેવો ખેંચી દેવી દેવો ખેંચી
શાસ્ત્રો લખે નહીં વદે તે શાસ્ત્રો શાસ્ત્રો લખે નહીં વદે તે શાસ્ત્રો
સ્યાદવાદ વહાલો
બૃહ્માન્ડે સર્વોત્તમ પૂણ્યે બૃહ્માન્ડે સર્વોત્તમ પૂણ્યે
યુગો યુગો વખણાય
ઉતારો પ્રભુ ચેતના આજે આવો સીમંધર સ્વામી
આવો સીમંધર સ્વામી આવો સીમંધર સ્વામી
કેવળ જ્ઞાની બ્રહ્માંડી નાયક કેવળ જ્ઞાની બ્રહ્માંડી નાયક
આશ્ચર્યો સર્જાય આશ્ચર્યો સર્જાય
ત્રિમંદિરના દર્શન માત્રથી ત્રિમંદિરના દર્શન માત્રથી
મોક્ષ સાંધો સંધાય મોક્ષ સાંધો સંધાય
સકલ પાપો ના આપ છો નાશક સકલ પાપો ના આપ છો નાશક
અનંત ગુણધારક
અખિલ વિશ્વ ના આપ ઉદ્ધારક અખિલ વિશ્વ ના આપ ઉદ્ધારક
અમી દ્રષ્ટિ આપશો
ઉતારો પ્રભુ ચેતના આજે આવો સીમંધર સ્વામી
આવો સીમંધર સ્વામી આવો સીમંધર સ્વામી
હ્રદય રંગોળી ફૂલો સજાવી હ્રદય રંગોળી ફૂલો સજાવી
ભક્તિ નહીં કાચી ભક્તિ નહીં કાચી
પ્રથમ પુજા પ્રભુ અમ સ્વીકારો પ્રથમ પુજા પ્રભુ અમ સ્વીકારો
મોક્ષ ની ખપ સાચી મોક્ષ ની ખપ સાચી
પ્રભુ અમારું આજનું આહવાન પ્રભુ અમારું આજનું આહવાન
અબઘડી ઝીરો
મોક્ષ નો સિક્કો આજે મારો મોક્ષ નો સિક્કો આજે મારો
ભાવો અમ વાંચી
ઉતારો પ્રભુ ચેતના આજે આવો સીમંધર સ્વામી
આવો સીમંધર સ્વામી આવો સીમંધર સ્વામી
આવો આવો મારા સ્વામી
આવો આવો મારા સ્વામી
આવો આવો મારા સ્વામી
આવો આવો મારા સ્વામી