મા આદ્યશક્તિ છે તું
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મારા ભવોભવ તાર્યા અંબે તારા એક લાલે રે
મારા ભવોભવ તાર્યા અંબે તારા એક લાલે રે
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
પાંચ આજ્ઞાનું પાલન પલ પલ હોજો રે
પાંચ આજ્ઞાનું પાલન પલ પલ હોજો રે
તારી કૃપાથી સહજ સ્થિતિ નિરંતર હોજો રે
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
માની ચુંદડીમાં લાલ રંગનો મહિમા
માની ચુંદડીમાં લાલ રંગનો મહિમા
શ્વેત લેશ્યામાં ઓર જ દીપે અંબે તારા રંગો રે
શ્વેત લેશ્યામાં ઓર જ દીપે અંબે તારા રંગો રે
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મા સૌએ દેવીઓમાં દિવ્ય દર્શન હોજો રે
મા સૌએ દેવીઓમાં દિવ્ય દર્શન હોજો રે
સચર વિચર નેચર અચળ પદે જોવું રે
સચર વિચર નેચર અચળ પદે જોવું રે
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
ભાવોથી અહિંસક પૂર્ણ છું ઓ માવડી
ભાવોથી અહિંસક પૂર્ણ છું ઓ માવડી
નિર્જરામાં સંપૂર્ણ દર્શન હોજો ઓ તારીણી
નિર્જરામાં સંપૂર્ણ દર્શન હોજો ઓ તારીણી
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
દુર્ગતિ નાશીની કાળ વિનાશીની માવડી
દુર્ગતિ નાશીની કાળ વિનાશીની માવડી
તારી ભક્તિનું જ્ઞાન પરિણામ અંબાલાલે આપ્યું રે
તારી ભક્તિનું જ્ઞાન પરિણામ અંબાલાલે આપ્યું રે
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
સૌ વ્યવહારોમાં એક દર્શન હો જો રે
સૌ વ્યવહારોમાં એક દર્શન હો જો રે
સ્વયંસિદ્ધ શુદ્ધિ અલૌકિક રહેજો રે
સ્વયંસિદ્ધ શુદ્ધિ અલૌકિક રહેજો રે
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
સૌ શાસનોના શાસન દેવી છો માતાજી
સૌ શાસનોના શાસન દેવી છો માતાજી
વીતરાગોના શાસન દેવી પ્રત્યક્ષ છો માવડી
વીતરાગોના શાસન દેવી પ્રત્યક્ષ છો માવડી
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મારા ભવોભવ તાર્યા અંબે તારા એક લાલે રે
મારા ભવોભવ તાર્યા અંબે તારા એક લાલે રે
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી
મા આદ્યશક્તિ સ્વરૂપ છે તું માવડી