નાણાવટી રે સાજન બેઠું માંડવે
હં હં હં હં હં હં હં હં હં હં હં હં
હં હં હં હં હં હં હં હં હં હં હં હં
હં હં હં હં હં હં હં હં હં હં હં હં
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
એવી સંસારીની વાટ જેવી ઘંટીની બે પાટ
એવી સંસારીની વાટ જેવી ઘંટીની બે પાટ
એમાં જીવડો દળાઈ દુ:ખો સારવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે
એવા ભવ ભવના આંટા જાણે હાથલિયાના કાંટા
એવા ભવ ભવના આંટા જાણે હાથલિયાના કાંટા
એમાં જીવડો ભરવાઈ જતો ઝાડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે
એવા સંબંધ કાચા દોરા જૂઠા ભાંડુ બૈરી છોરાં
એવા સંબંધ કાચા દોરા જૂઠા ભાંડુ બૈરી છોરાં
એમાં જીવડો ઝૂરે ભવોભવ રાંડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે
એવા કાળ વરસે માથે હોય જગજીવન સાથે
એવા કાળ વરસે માથે હોય જગજીવન સાથે
તોયે દુ:ખડા જીરવ્યા'તા દ્રૌપદી પાંડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે
લાખોપતિ રે સાજન બેઠું માંડવે
નાણાવટી રે સાજન બેઠું માંડવે