કુટુંબ અમારું છે આ સેડ
કુટુંબ અમારું છે આ મઘમઘતો એવો બાગ
કુટુંબ અમારું છે આ મઘમઘતો એવો બાગ
ચંપો કોઈ ચમેલી મોગરો તો કોઈ ગુલાબ
ચંપો કોઈ ચમેલી મોગરો તો કોઈ ગુલાબ
હા કુટુંબ અમારું છે આ મઘમઘતો એવો બાગ આ
હાં જૂદા જૂદા રંગો ને છે જૂદી જૂદી સુવાસ
જૂદા જૂદા રંગો ને છે જૂદી જૂદી સુવાસ
સાથે ખીલીએ બધાએ માટે કહેવાએ બાગ
સાથે ખીલીએ બધાએ માટે કહેવાએ બાગ
કુટુંબ અમારું છે આ મઘમઘતો એવો બાગ
કુટુંબ અમારું છે આ મઘમઘતો એવો બાગ આ
એકબીજાને ઓળખી એડજસ્ટ થઈએ ભાઈ
એકબીજાને ઓળખી એડજસ્ટ થઈએ ભાઈ
પૂરક થઈને રહીએ વાંધા ન વચકા ક્યાંય
પૂરક થઈને રહીએ વાંધા ન વચકા ક્યાંય
તેથી હસતા રહીએ દુઃખી ન થઈએ જરાય
હસતા રહીએ દુઃખી ન થઈએ જરાય
જીવન પૂરું કરીએ અમે બોધ બનીને સદાય
જીવન પૂરું કરીએ અમે બોધ બનીને સદાય
કુટુંબ અમારું છે આ મઘમઘતો એવો બાગ
કુટુંબ અમારું છે આ મઘમઘતો એવો બાગ આ
સુખી જો ઘરને ચાહો તો માળી બનજો આપ
સુખી જો ઘરને ચાહો તો માળી બનજો આપ
પારખી લેજો ફૂલને એના રુપ ગુણ ને સુવાસ
પારખી લેજો ફૂલને એના રુપ ગુણ ને સુવાસ
પ્રેમના ખાતર નાખી સંસ્કારના પાણી પાવ
પ્રેમના ખાતર નાખી સંસ્કારના પાણી પાવ
હૂંફનો પ્રકાશ આપી પછી ખીલશે બાગ સદાય
હૂંફનો પ્રકાશ આપી પછી ખીલશે બાગ સદાય
હા કુટુંબ અમારું છે આ મઘમઘતો એવો બાગ આ