કોણ લાવે પાછા મારા વેકેશનના ડેઝ
વેકેશનના ડેઝ મોજમસ્તીના ડેઝ
આવે કોઈ સુપર મેન અમને લઈ જવાને
સ્કૂલની આ કેદમાંથી અમને છોડવવાને
જઈએ અમે એવા કોઈ વન્ડરલેન્ડમાં
આવે આ રોજને મુસીબતોનો એન્ડ આ
ચાલો હવે બધા શાંત થઈ જાઓ
કરીએ શરૂ સ્પેલિંગ ક્લાસ
ઓહ નો સ્પેલિંગ ક્લાસ
ડાફોળિયા ના મારે કોઈ જુએ નીચે ઉપર નહીં
નજર સૌની બોર્ડ ઉપર ને બેસો ટટ્ટાર જગ્યા
એ ફોર એડજસ્ટ બી ફોર બડી
સી ફોર કેફ્રટી ડી ફોર ડેન્સ
ઈ ફોર ઈક્વલ એફ ફોર ફેન
અને જી ફોર ગ્રીન ગ્રેસ
કોને આવડે છે સ્પેલિંગ ઑફ ગ્રાસ
ગ્રાસ તો મેમ બારીની બાર પેલું દેખાય
શું જરૂર છે સ્પેલિંગની ગ્રેસ ચાલતું દેખાય
અરે એ જુઓ આકાશમાં એરોપ્લેન જાય
વાતો કરજો બ્રેકમાં હિના તું હવે ચૂપ થા
એ શું રોહન એરોપ્લેન
ઊભો થઈ જા હાથ ઉપર
નથી રમવું અમારે ક્લાસ
સ્પેલિંગ બેલિંગ ઓલ બકવાસ
શું કામ અમારે થાવું પાસ
શું કામ અમારે થાવું પાસ
જોવાથી ના આવડે ગ્રાસ
લખો નહીં તો થાશો નાપાસ
તો શું થશે સ્પેલિંગ ઓફ ગ્રાસ
જિ આર એ એસ એસ
આનાથી તો બેટર હિટલર
કેમ આવ્યા છે લેબમાં ટીચર
ના રમત ગમત ના હરવું ફરવું
આ ડિસિપ્લિનમાં છે મુશ્કેલ જીવવું
કોઈ બતાવે છૂટવાનું બહાનું
સ્કૂલ માગે છે બચપન મારું
સ્કૂલ માગે છે બચપન મારું
કોણ લાવે પાછા મારા વેકેશનના ડેઝ
વેકેશનના ડેઝ મોજમસ્તીના ડેઝ
કોણ લાવે પાછા મારા વેકેશનના ડેઝ
સીરીયસલી યાર આ સ્કૂલ ટીચર પણ હદ કરે છે
ડોન્ટ બી સો સીરીયસ ડ્યૂડ આ લોકો મસ્તી કરે છે
ગાઈસ હવે એ વિચારો આ લેવલ કેમ કરીશું પાર
હા ફોકસ ઓન ધ ગેમ પોતપોતાની કીટ ખોલોને યાર
વાઉ મોક્ષ ચિન્મય જલદી પહેરો તમારા ચશ્મા
કંઈક નવું જ દેખાશે
મારે થાવું પડશે સ્ટ્રિક્ટ અફસોસ
બાળકોનું ફ્યૂચર મારું જોશ
મારે થાવું પડશે સ્ટ્રિક્ટ અફસોસ
બાળકોનું ફ્યૂચર મારું જોશ
કોઈ બને મોટો થઈ ડૉક્ટર કોઈ ટીચર
કોઈ એન્જિનિઅર
જ્યારે પૂરું થાશે ડ્રિમ એમનું સાકાર થાશે મારુંય સપનું
સહુનું ભવિષ્ય હો ઉજ્જવળ
ના ડગે કદી એવું મનોબળ
હો પાયા એમના એવા મજબૂત
આગળ વધે જીવનમાં ખૂબ
આગળ વધે જીવનમાં ખૂબ
આગળ વધે જીવનમાં ખૂબ