કોઈ જોશો ના જ્ઞાનીનો વેષ દેહ મહીં દાદા વસે

ભાઈ જોજો મહીંલાને હંમેશ
હો જઈને જોજો મહીંલાને હંમેશ દેહ મહીં દાદા વસે
કોઈ જોશો ના જ્ઞાનીનો વેષ દેહ મહીં દાદા વસે
જ્ઞાની પુરુષ છે પરમાત્મા પ્રત્યક્ષ
જ્ઞાની પુરુષ છે પરમાત્મા પ્રત્યક્ષ
દાદા તો સહુના શુદ્ધાત્મા સદશ
દાદા તો સહુના શુદ્ધાત્મા સદશ
હો ભલે રહ્યા
હો ભલે રહ્યા સંસારી વેષ દેહ મહીં દાદા વસે
કોઈ જોશો ના જ્ઞાનીનો વેષ દેહ મહીં દાદા વસે
ખટપટિયા વીતરાગ સ્વરૂપી સૂરત
ખટપટિયા વીતરાગ સ્વરૂપી સૂરત
દાદા માં જોઈ મેં તો અમૂર્ત મૂરત
દાદા માં જોઈ મેં તો અમૂર્ત મૂરત
હો લાગે શીશુ
હો લાગે શીશુ સમા નિર્દ્વેષ દેહ મહીં દાદા વસે
કોઈ જોશો ના જ્ઞાનીનો વેષ દેહ મહીં દાદા વસે
પાંચ આજ્ઞારૂપે રહે જોડે ને જોડે
પાંચ આજ્ઞારૂપે રહે જોડે ને જોડે
ધર્યો જેનો હાથ તેને દાદા ના છોડે
ધર્યો જેનો હાથ તેને દાદા ના છોડે
હો રહેતા સ્વદેશ
હો રહેતા સ્વદેશ છોડી વિદેશ દેહ મહીં દાદા વસે
કોઈ જોશો ના જ્ઞાનીનો વેષ દેહ મહીં દાદા વસે
બેઠા છે અમ્મારા હ્રુદિયાની અંદર
બેઠા છે અમ્મારા હ્રુદિયાની અંદર
અહર્નિશ યાદ મહીં સત્સંગ નિરંતર
અહર્નિશ યાદ મહીં સત્સંગ નિરંતર
હો નિદિધ્યાસે
હો નિદિધ્યાસે નિરંજન નિઃશેષ દેહ મહીં દાદા વસે
કોઈ જોશા ના જ્ઞાનીનો વેષ દેહ મહીં દાદા વસે
હો ભાઈ જોજો મહીંલાને હંમેશ
જઈને જોજો મહીંલાને હંમેશ દેહ મહીં દાદા વસે