કેવી કરુણા કીધી
કેવી કરુણા કીધી દાદા કાઢયા કાદવ બહાર
હો હો કેવળ કૃપાની ખાણ દાદા કરુણા કરજો આજ
કોટ કેવો કામણગારો દાદા કાળી ટોપીની કમાલ (૨)
ધવલ ધોતી ધારણ કરતાં (૨) બેઠાં છે ચૌદ લોકી નાથ
હો હો કૃપા કરોને આજ દાદા કરુણા કરો ને આજ
મુખડુ મલકે ભાવ ભરેલું હૈયે હરખ ના માય (૨)
આંખોમાં અમીના અમૃત વરસે (૨) જોઈ થયો બેડો પાર
હો હો કૃપા કરોને આજ દાદા કરુણા કરો ને આજ
તારા ભરોસે સઘળું છોડ્યું મુકયા મેં મા ને બાપ (૨)
માન ના છૂટ્યું લોભ ના છૂટયો (૨) તારો ને તારણહાર
હો હો કૃપા કરોને આજ દાદા કરુણા કરો ને આજ
પ્યોરિટીના પંથે ચાલીને જીવશું દાદા કાજ (૨)
વિષય કષાયને ટેકો ન દઈએ (૨) પ્રોમિસ આપે તારો બાળ
હો હો કૃપા કરોને આજ દાદા કરુણા કરો ને આજ
કાઢતો કષાય કર્તા થઈને હેઠા મૂક્યા હથિયાર (૨)
તારો કે મારો હું તમારો (૨) શરણ ના છોડું લગાર
હો હો કૃપા કરોને આજ દાદા કરુણા કરો ને આજ
કેવી કરુણા કીધી દાદા કાઢયા કાદવ બહાર
હો હો કેવળ કૃપાની ખાણ
દાદા કરુણા કરજો આજ દાદા કરુણા કરજો આજ