કેવા પુરુષો
કેવા પુરુષો કેવા વીરલા કેવા અનુભવી
સ્વ ઉપયોગી સ્વ પરીણામી અતી દુર્લભ અહીં
કેવા પુરુષો કેવા વીરલા કેવા અનુભવી
વહી રહ્યો મન વચ કાયાનો પ્રાકૃતિક સંયોગ
વહી રહ્યો મન વચ કાયાનો પ્રાકૃતિક સંયોગ
એક પછી એક સામે આવતું આરોપીત પૂતળું
પૂતળાને પૂતળું કહેનારો શબ્દોમાં જ રહ્યો
પૂતળાને પૂતળું જોનારો શબ્દાતીત થયો
કેવા પુરુષો કેવા વીરલા કેવા અનુભવી
લેપાયમાન લેપાયમાન
લેપાયમાન રાગી પુદગલ તું મેલું તે જ કર્યું
લેપાયમાન રાગી પુદગલ તું મેલું તે જ કર્યું
સાબુ તુ જ કપડું તુ જ ધોનારો પણ તુ
સ્વયં સિદ્ધ શુદ્ધિથી તારું પણ શુદ્ધ થતું
એવું આ અણમોલ રતન પરમ જ્ઞાની નું
કેવા પુરુષો કેવા વીરલા કેવા અનુભવી
સદ્ વ્યવહાર શુભ વ્યવહાર
શુભાશુભની ભ્રાંતિ તુટતા પ્રગટી શુદ્ધતા
શુભાશુભની ભ્રાંતિ તુટતા પ્રગટી શુદ્ધતા
શુદ્ધ વ્યવહારની વ્યાખ્યા જો જો પંચ આજ્ઞામાં
અહો અહો જ્ઞાની તારા આ મૂળ વાક્યોનો
પૂર્ણતાએ પહોંચી જાશે આધાર આ જ રહ્યો
કેવા પુરુષો કેવા વીરલા કેવા અનુભવી
સ્વ ઉપયોગી સ્વ પરીણામી અતી દુર્લભ અહી
કેવા પુરુષો કેવા વીરલા કેવા અનુભવી
કેવા પુરુષો કેવા વીરલા કેવા અનુભવી