કરુણા નીતરતી આંખડી
કરુણા નીતરતી આંખડી અને રુદીયે પ્રેમ અપાર
હાસ્ય રમતુ મુખ પર સદા એ છે નીરુમા માત
નીરુમાની યાદ આવે અમને દિવસ રાત
નીરુમાની યાદ આવે અમને દિવસ રાત
આંખો શોધી રહી ક્યાં ક્યાં તમને આજ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ
સૂક્ષ્મ સ્વરૂપે હાજર હો ભલે મન માગે આજ સ્થૂળ સ્વરૂપને
સૂક્ષ્મ સ્વરૂપે હાજર હો ભલે મન માગે આજ સ્થૂળ સ્વરૂપને
હે અમ હૈયુ ઠાલવા કાજ રે મા નો ખોળો શોધે આજ રે
જલદી આવો આપ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ
આપની યાદમાં સૂના બન્યા અમે કાળ થંભી ગયો ક્ષણ પણ ના નીકળે
આપની યાદમાં સૂના બન્યા અમે કાળ થંભી ગયો ક્ષણ પણ ના નીકળે
હે ધાર આંસુની વિનવે આજ રે શીશ નમે જોડીને હાથ રે
જલદી આવો આપ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ
મા બન્યા છો જગ આખાના સાંભળો સાદ હવે અમ બાળકોના
મા બન્યા છો જગ આખાના સાંભળો સાદ હવે અમ બાળકોના
હે આ સંબંધ હકથી બોલાવે રે આજ આવીને પૂરો આશ રે
જલદી આવો આપ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ આવે અમને દિવસ રાત
નીરુમાની યાદ આવે અમને દિવસ રાત
આંખો શોધી રહી ક્યાં ક્યાં તમને આજ આતુર દર્શન કાજ
નીરુમાની યાદ