કરે જે પ્રતિક્રમણ
કરે જે પ્રતિક્રમણ નિજના દોષો સંબંધી (૨)
તે મહાત્મા વ્હેલો મોક્ષે જાય (૨)
પાળે પાંચ આજ્ઞા નિશદીન એક જ નિશ્ચયથી (૨)
તે મહાત્મા વ્હેલો મોક્ષે જાય (૨)
કરીને સામાયિક મહીંલા દોષોને જોઈએ (૨)
કરીને પ્રતિક્રમણ એ દોષોને ધોઈએ (૨) કરીએ તૈયારી
કરીએ તૈયારી મહાવિદેહની લગનથી (૨)
ચોથા આરામાં જન્મ થાય (૨) કરે જે
આવ્યો છે અવસર એક અવતારી થવાનો (૨)
ભરતક્ષેત્રથી મહાવિદેહ જવાનો (૨) જાગ્યા છે હવે
જાગ્યા છે હવે પુણ્ય પુણ્યાનુબંધી (૨)
કૃપા દાદાની આ કહેવાય (૨) કરે જે