કાળી ટોપીને મોં હસતું રે હૃદે રમતું રે
કાળી ટોપીને મોં હસતું રે હૃદે રમતું રે
હવે દાદા વિના કંઈ ના ગમતું રે (૨)
એના સ્મરણે અંતર ઠરતું રે જગ વિસરતું રે
હવે દાદા વિના કંઈ ના ગમતું રે (૨)
મનનાં મંદિરીયે ને અંતરના આયનામાં (૨)
દાદા સ્વરૂપ જ છવાયું (૨)
જ્ઞાની પુરુષ મારા શુદ્ધાત્મા અને (૨)
જ્ઞાની જ સ્વરૂપ મારું દાદા જ સ્વરૂપ મારું
ઘટ ઘટ નિવાસી છાયા આખા બ્રહ્માંડમાં
તત્ત્વ સ્વરૂપે જ નિરખું (૨) કાળી ટોપીને
પાંચ આજ્ઞાનું અવલંબન લઈને (૨)
મોક્ષનું જ મારું નિયાણું (૨)
નિદિધ્યાસે નિરંતર દાદા ભગવાન અને (૨)
સ્વામી સીમંધરમાં રમણું (૨)
મહાવિદેહે કરી અવતાર અંતિમ
સ્વામીના જ દર્શને ઠરવું રે (૨)
કાળી ટોપીને મોં હસતું રે