જ્યાં જ્ઞાની કૃપા દષ્ટિ ચાહે સો પામજો
એક ક્ષણ એક અમી પરમાનંદ ટોચ જો
વીતરાગ સંપૂર્ણ સદા અવસ્થામાં સ્થિરતા
બાહ્યાંતર વાવાઝોડે સાગર સમ ગંભીરતા
જ્યાં જ્ઞાની કૃપા
સદેહે સિદ્ધ આ જ્ઞાત દ્રષ્ટા પરમાનંદ જો
જ્ઞાતા જ્ઞેય સંયોગ સંબંધ અસંગ આ નિર્લેપ જો
જ્યાં જ્ઞાની કૃપા
દષ્ટિ દ્રષ્ટામાં પડી અભેદ હું હું વિશ્વે જો
જ્ઞાન જ્ઞાન જ્ઞેય જ્ઞેય જુદું જ્ઞાતા સદાય જો
જ્યાં જ્ઞાની કૃપા
પ્રતિષ્ઠિત વિભાવિક સ્વભાવિકમાં શુદ્ધાત્મા
બેઉ ધારા વેગળી ભ્રાંતિરસ નિર્મૂળ જ્યાં
જ્યાં જ્ઞાની કૃપા
પ્રતિષ્ઠિત નો સ્વયં જ્ઞાતા દ્રષ્ટા નિરંતર
પરમાણુ પુદ્ગલ જ્યાં જ્ઞેય વિશ્રસા થયે મુક્તાનંદ
જ્યાં જ્ઞાની કૃપા
પરમાણુ પરમાણુ મિલન વ્યવસ્થિત દોર જો
અકર્તા સંપૂર્ણ જ્યાં જિનમુદ્રા ત્યાં નિહાળ જો
જ્યાં જ્ઞાની કૃપા
વારસ અહો દાદાના જિનમુદ્રા તમે પામજો
વારસ અહો દાદાના જગકલ્યાણ હવે દેખાડજો
જ્યાં જ્ઞાની કૃપા