જેનું સ્વપને દર્શન પામે
જેનું સ્વપનેય દર્શન પામે રે
તેનું ચિત્ત ના ચઢે બીજે ભામે રે
જેનું સ્વપનેય દર્શન પામે રે
તેનું ચિત્ત ના ચઢે બીજે ભામે રે
જેનું સ્વપનેય દર્શન પામે રે
તેનું ચિત્ત ના ચઢે બીજે ભામે રે
ઓ પરમાર્થી પ્રગટ વ્યક્તાત્મા
મારા હોજો કરોડો વંદન
સર્વ સૃષ્ટિના અચલ ઓ સાક્ષી
મારા નયનમાં નયન મિલાવો
સાક્ષાત્ જ્ઞાનધારાની અપૂર્વ મોહિની
જુએ અન્ય લૌકિક મોહનીયને
જેનું સ્વપનેય દર્શન પામે રે
તેનું ચિત્ત ના ચઢે બીજે ભામે રે
ઓ કરૂણા કૃપાનિધિ દાતા
તારા ચરણોમાં સ્વ સુખ શાતા
અમિત ઓ મિત મારા
અમીદ્રષ્ટિ તણાં આ ફુવારા
ઝ બોળે ઝંપલાવે છબછબલા ફેલાવે
મુક્ત હાસ્ય દીપાવે તારા સંગી ને
જેનું સ્વપનેય દર્શન પામે રે
તેનું ચિત્ત ના ચઢે બીજે ભામે રે
ઓ શાંતિનિકેતન નિવાસી
નિજધામ નિત્યાનંદ નિયંતા
નિદિધ્યાસન નિર્મળ નિગ્રંથનું
નિઃશબ્દ નિઃસ્પંદ નિહાળું
નિરંજન નિરાકારી ર્નિલિપ્ત ર્નિમોહી
તારા ચરણોમાં આ હું પામું રે
જેનું સ્વપનેય દર્શન પામે રે
તેનું ચિત્ત ના ચઢે બીજે ભામે રે
તેનું ચિત્ત ના ચઢે બીજે ભામે રે
તેનું ચિત્ત ના ચઢે બીજે ભામે રે