જેને જાણ્યું સાચું સુખ
જેણે જાણ્યું સાચું
જેણે જાણ્યું સાચું સુખ અંતરમાં
તેનો જાગ્યો માંહ્યલો
તેનો જાગ્યો માંહ્યલો
જે રહ્યો જુદો તેના માંહ્યલાથી દુઃખો તેના બાકી
દુઃખો તેના બાકી
કોઇ પૂજે મુર્તી મનોહર કોઇ જપતો માળા
કોઇ બોલે બ્રહ્મ વાક્યો કોઇ કરતો સેવા
કેવા કેવા વેશો બદલે
કેવા કેવા વેશો બદલે અભીનીવેશ બધા
કોનો જાગ્યો માંહ્યલો
કોનો જાગ્યો માંહ્યલો
જેણે જાણ્યું સાચું સુખ અંતરમાં
તેનો જાગ્યો માંહ્યલો
તેનો જાગ્યો માંહ્યલો
પોતે માનેલાની આરતી કરતો માનામાનમાં ફસાતો
તારો મારો જુદો કરતા તેના થી દુર થાતો
શ્વાસધડકનનો તું પુજારી
શ્વાસધડકનનો તું પુજારી અવસરીયો ચુકી જાતો
કોનો જાગ્યો માંહ્યલો
કોનો જાગ્યો માંહ્યલો
જેણે જાણ્યું સાચું સુખ અંતરમાં
તેનો જાગ્યો માંહ્યલો
તેનો જાગ્યો માંહ્યલો
સામે ભગવાન મહીલા ભગવાન તેનો ભેદ છે મોટો
એક જુદા છે એક જોડે છે કોનો સાથ સાચો
ભવોભવના આ સાથીને
ભવોભવના આ સાથીને જાણીલે આ માંહ્યલાને
કોનો જાગ્યો માંહ્યલો
કોનો જાગ્યો માંહ્યલો
જેણે જાણ્યું સાચું સુખ અંતરમાં
તેનો જાગ્યો માંહ્યલો
તેનો જાગ્યો માંહ્યલો
આ જ હું છું હું કરું છું કદી ના તુટે ક્યાયે
હું જાણું છું મારું જ સાચું રખડાવે ભવોભવમાં
કૃપા તેનું નામ જ જાણ
કૃપા તેનું નામ જ જાણ તોડાવે જે આ સઘડું
તેનો જાગ્યો માંહ્યલો
તેનો જાગ્યો માંહ્યલો
જેણે જાણ્યું સાચું સુખ અંતરમાં
તેનો જાગ્યો માંહ્યલો
તેનો જાગ્યો માંહ્યલો
પૂજા પહેલા પૂછી લેજે શું હું ખોળુ અહીંયા
ક્યાંથી આવ્યો હું કોણ છું શું રહ્યું છે બાકી
તેના જવાબો સુચરણોમાં
તેના જવાબો સુચરણોમાં પરમ વિનય વિનયમાં
તેનો જાગ્યો માંહ્યલો
તેનો જાગ્યો માંહ્યલો
જેણે જાણ્યું સાચું સુખ અંતરમાં
તેનો જાગ્યો માંહ્યલો
તેનો જાગ્યો માંહ્યલો
જેની મહીં આ જ્ઞાનનો દીવો તે જ તને તારે
સ્વયં ભક્તિ સહેજે ઉપજે આવા સત ના શરણે
ખોળી લેજે એવા પુરુષને
ખોળી લેજે એવા પુરુષને કલ્યાણીરૂપે ફરતા
જેનો પ્રગટ માંહ્યલો
જેનો પ્રગટ માંહ્યલો
જેણે જાણ્યું સાચું સુખ અંતરમાં
તેનો જાગ્યો માંહ્યલો
તેનો જાગ્યો માંહ્યલો
તેનો જાગ્યો માંહ્યલો
તેનો જાગ્યો માંહ્યલો