જય હો જય હો
જય હો જય હો જય હો જય હો
જય દાદા ભગવાનની હો
ગુંજો ગુંજો ચહુદિશ ગુંજો
ગુંજો ગુંજો ચહુદિશ ગુંજો દાદા નામ અમર ગુંજો
મંગલમ્ શુભ અવસર આવ્યો અડાલજને આંગણ
૧૦૦ મી જન્મજયંતિ ઊજવીએ ધન્ય ધન્ય આ પ્રાંગણ
સહુનું સ્વાગતમ્ કરીએ ઉમંગે પાવન આ ભૂમિ પર
આવો આવો પ્રેમથી અહીયા
અપૂર્વ આવ્યો અવસર (૩) જય હો જય હો
પ્રત્યક્ષ હાજર સ્વામી સીમંધર ત્રિમંદિરીયે
બિરાજે બ્રહ્માંડ પણ રણઝણે (૨)
અમીયલ ધારા (વરસાવે) જય હો જય હો
દાદા છે હાજરાહજુર અહીં અડાલજ તીર્થંક્ષેત્રે
સર્વદેવ દેવલોકની કૃપા
અવિરત અહીંયા વરસે(૩) જય હો જય હો
અક્રમ માર્ગ ખુલ્યો છે આજે દસ દસ લાખ વર્ષે
અહો અહો કૃપા દાદાઈ અવિરત અમ પર વરસે
૧૦૦ મી જન્મ જયંતિ દાદા વંદન તમને વારંવાર
કાજળમાંથી પૂનમ પ્રગટી
જીલ્યો પાંચ આજ્ઞા ધાર (૩) જય હો જય હો
ચૌદ લોકી ઉર આંખમાં વ્યાપ્યુ અભેદતા છે હૃદયે
કૃપા ને કરૂણાની બેલી વરસી રહી છે પ્રેમે જય હો જય હો
રોમે રોમ વસી છે ભાવના જગકલ્યાણી નિરંતર
વસુધૈવ કુટુમ્બકમ્ મહેકે નથી કોઈથી અંતર જય હો જય હો
દાદાઈ દીપક ઝળહળે મહાવીર પાટ દીપાવે
કામ કાઢી લ્યો કામ કાઢી લ્યો
સમય ના પાછો આવે (૩) જય હો જય હો