જન્મ મરણ અનાદિની શૃંખલા
જન્મ મરણ અનાદિની શૃંખલા
જન્મ મરણ અનાદિની શૃંખલા
ન તૂટી કદિ ન છૂટયાં વેપલાં
જન્મ મરણ અનાદિની શૃંખલા
ન સમજાણું રહસ્યમ મરણ તણું
મૃત્યુ પહેલાં સમયે ને શું પછીનું
ન વધ્યા કોં મરનાર પૂર્વે કે પછી
ચિત્ર બનતાં પૂર્વે રે તૂટી પીંછી
જન્મ મરણ અનાદિની શૃંખલા
અનાદિ નું અણ ઉક્લ્યું ગુહ્ય વિજ્ઞાન એ
અગોપિત કરે અક્રમવિજ્ઞાનએ
દાદાવાણી અદ્ ભુત અલૌકિક
બનાવે અજન્મ અમરને શાશ્વત
જન્મ મરણ અનાદિની શૃંખલા
કોનું મરણ કોનો જન્મ ભેદ પાડે ભીતર
ભય ટાળે મરણાં તણાં અનુભવે અમર
અદ્ ભુત ગ્રંથવાણી અત્રે સંકલિત
સમર્પણ કલ્યાણાર્થે તને જગત
જન્મ મરણ અનાદિની શૃંખલા
જન્મ મરણ અનાદિની શૃંખલા
જન્મ મરણ અનાદિની શૃંખલા