હે જામનગર ઝૂમી રહ્યું
ને કુંજન કરે કાઠિયાવાડ
હે દેવી દેવો પધાર્યા
હે ત્રિમંદિરે આજ
હે હે મહાત્માઓ સહુ મોજમાં
ને નીરુમા હાજર જણાય
અરે દાદા ભગવાન આવી ગયા
હે પ્રાણ પૂરવા કાજ
હો હો હો હો હો હો
સુણજો સ્વામી અરજ અમારી
પ્રાણ પૂરો પ્રભુ ચેતના ઉતારી
સુણજો સ્વામી અરજ અમારી
પ્રાણ પૂરો પ્રભુ ચેતના ઉતારી
જામનગરની આ ભોમ ન્યારી
પ્રાણપ્રતિષ્ઠા હો કલ્યાણકારી
જામનગરની આ ભોમ ન્યારી
પ્રાણપ્રતિષ્ઠા હો કલ્યાણકારી
હા સુણજો સ્વામી અરજ અમારી
પ્રાણ પૂરો પ્રભુ ચેતના ઉતારી
વાતાવરણમાં અલૌકિક હલચલ
સ્વામીના પગરવનો આભાસ પલ પલ
વાતાવરણમાં અલૌકિક હલચલ
સ્વામીના પગરવનો આભાસ પલ પલ
ભજના પ્રભુની છોડાવે ભવ બંધ
સ્વામીથી સંધાય સ્નેહનો સંબંધ
સુણજો સ્વામી અરજ અમારી
પ્રાણ પૂરો પ્રભુ ચેતના ઉતારી
આભા યોગેશ્વરની ચિત્ત હરનારી
શિવ સ્વરૂપની શોભા હો ન્યારી
આભા યોગેશ્વરની ચિત્ત હરનારી
શિવ સ્વરૂપની શોભા હો ન્યારી
જીવંત મૂર્તિના સ્પંદન શીતળ
ધર્મ પ્રસારો નિષ્પક્ષપાતી
સુણજો સ્વામી અરજ અમારી
પ્રાણ પૂરો પ્રભુ ચેતના ઉતારી
મુક્તિના હેતુથી કરશું દર્શન
અનન્ય પ્રેમે બાંધીશું બંધન
મુક્તિના હેતુથી કરશું દર્શન
અનન્ય પ્રેમે બાંધીશું બંધન
છૂટવાના ભાવીશું નિર્ભેળ ભાવો
ખપે ના બીજું કાંઈ કેવળ દર્શન
સુણજો સ્વામી અરજ અમારી
પ્રાણ પૂરો પ્રભુ ચેતના ઉતારી
ક્ષેત્ર પરિવર્તન ઝંખના અમારી
દાદાઈ સિક્કે થાવું વિદેહધામી
ક્ષેત્ર પરિવર્તન ઝંખના અમારી
દાદાઈ સિક્કે થાવું વિદેહધામી
ભવ ભટકણથી લેજો ઉગારી
સિદ્ધ મંદિરનું દર્શન પામી
સુણજો સ્વામી અરજ અમારી
પ્રાણ પૂરો પ્રભુ ચેતના ઉતારી
સુણજો સ્વામી અરજ અમારી
પ્રાણ પૂરો પ્રભુ ચેતના ઉતારી
સુણજો સ્વામી અરજ અમારી
પ્રાણ પૂરો પ્રભુ ચેતના ઉતારી