જગ કલ્યાણ કાજે ચડી છે યુવાની
જગ કલ્યાણ કાજે ચડી છે યુવાની (૨)
તન મન ધનથી ફના થઈ જવાની (૨)
ક્યારે આવે એ ઘડી મીટ એ મંડાણી (૨)
તન મન ધનથી ફના થઈ જવાની (૨)
વિષયને ઉખેડી બે પાંદડેથી ફેંકીએ કેમે કરી એનું જોર ચાલવા ન દઈએ (૨)
ટેક લીધી છે અમે એ ગ્રંથી છેદવાની (૨)
તન મન ધનથી ફના થઈ જવાની (૨)
મારું જ સ્વરૂપ છે સૌમાં નિહાળીએ અભેદ રહી હવે બુદ્ધિને ન ગાંઠીએ (૨)
આવી છે વેળા એની આ ઘર છોડવાની (૨)
તન મન ધનથી ફના થઈ જવાની (૨)
મોટપની છાંટ હવે રહેવા ન દઈએ નાના બનીને અમે લધુતા કેળવીએ (૨)
લક્ષે પહોંચીશું કરી માનને વિદાય (૨)
તન મન ધનથી ફના થઈ જવાની (૨)
જગ કલ્યાણ કાજે ચડી છે યુવાની (૨)
તન મન ધનથી ફના થઈ જવાની (૨)
ક્યારે આવે એ ઘડી મીટ એ મંડાણી (૨)
તન મન ધનથી ફના થઈ જવાની (૩)