હું તો પુજા કરીશ
હું તો પુજા કરીશ રાજ રાજ સીમંધરની પુજા કરીશ
હું તો પુજા કરીશ રાજ રાજ સીમંધરની પુજા કરીશ
તારું સ્વરૂપ મુજમાં મે દીઠું પ્રભુ
તારું સ્વરૂપ મુજમાં મે દીઠું પ્રભુ
શ્રેય સિદ્ધ મહા પદ ઊભું કીધું
શ્રેય સિદ્ધ મહા પદ ઊભું કીધું
મારા હોજો કરોડો પ્રણામ સીમંધરની પુજા કરીશ
હું તો પુજા કરીશ રાજ રાજ સીમંધરની પુજા કરીશ
દોષો અનંત અવગુણ મારા પ્રભુ
દોષો અનંત અવગુણ મારા પ્રભુ
આત્મા અનાત્મા કશુંયે ના જાણુ પ્રભુ
આત્મા અનાત્મા કશુંયે ના જાણુ પ્રભુ
માફ કરજો ગુનાઓ તમામ સીમંધરની પુજા કરીશ
હું તો પુજા કરીશ રાજ રાજ સીમંધરની પુજા કરીશ
અંત કાળે સ્વરૂપે પ્રગટજો પ્રભુ
અંત કાળે સ્વરૂપે પ્રગટજો પ્રભુ
કૃપા કરીને હાથ પકડજો પ્રભુ
કૃપા કરીને હાથ પકડજો પ્રભુ
હું તો જોઈશ જરુંર તમારી વાટ સીમંધરની પુજા કરીશ
હું તો પુજા કરીશ રાજ રાજ સીમંધરની પુજા કરીશ
તારાં વિરોહોમાં દિન રાત જલતો પ્રભુ
તારાં વિરોહોમાં દિન રાત જલતો પ્રભુ
તારાં મિલનને પલ પલ ઝંખતો પ્રભુ
તારાં મિલનને પલ પલ ઝંખતો પ્રભુ
કયારે પુરી થશે મારી આશ સીમંધરની પુજા કરીશ
હું તો પુજા કરીશ રાજ રાજ સીમંધરની પુજા કરીશ
હું તો પુજા કરીશ રાજ રાજ સીમંધરની પુજા કરીશ