હે રંગ લાગ્યો મને રંગ લાગ્યો
હે દાદા ભગવાનનો રંગ લાગ્યો
હે મને દાદાના નામનો રંગ લાગ્યો
કહ્યું કહેવાય નહીં સહ્યું સહેવાય નહીં
કહ્યું કહેવાય નહીં સહ્યું સહેવાય નહીં
દાદાના નામનો રંગ લાગ્યો
રંગ લાગ્યો મને રંગ લાગ્યો
હે દાદા ભગવાનનો રંગ લાગ્યો
જ્યાં જોઉં ત્યાં તુજ રૂપો દેખાય છે
જ્યાં જોઉં ત્યાં તુજ રૂપો દેખાય છે
સમણામાં માંહ્યલો જાગતો જણાય છે
સમણામાં માંહ્યલો જાગતો જણાય છે
દિવ્ય દિવ્ય દિવ્ય મારા લોચનિયા થાય
મને દાદા ભગવાનનો રંગ લાગ્યો
રંગ લાગ્યો મને રંગ લાગ્યો
હે મને દાદાના નામનો રંગ લાગ્યો
તારી કિરપા રાતદાડો વર્તાય છે
તારી કિરપા રાતદાડો વર્તાય છે
હલેસા બિન દરિયો તુજથી તરાય છે
હલેસા બિન દરિયો તુજથી તરાય છે
હે મારા નાવના ખેવૈયા કિનારો દેખાય
મને દાદા ભગવાનનો રંગ લાગ્યો
રંગ લાગ્યો મને રંગ લાગ્યો
હે મને દાદાના નામનો રંગ લાગ્યો
તારો રંગાયો ના દૂજો ચઢે રંગ
તારો રંગાયો ના દૂજો ચઢે રંગ
તારા જ રંગે આજ બન્યો હું અસંગ
તારા જ રંગે આજ બન્યો હું અસંગ
મહેર અસંગની કેમ રે બોલાય
મને દાદા ભગવાનનો રંગ લાગ્યો
રંગ લાગ્યો મને રંગ લાગ્યો
હે મને દાદાના નામનો રંગ લાગ્યો
અનંત ગુણલા પણ મુજથી ગવાય નહીં
અનંત ગુણલા પણ મુજથી ગવાય નહીં
હતું તે ચરણે ધર્યું હવે મુજથી કંઈ થાય નહીં
હતું તે ચરણે ધર્યું હવે મુજથી કંઈ થાય નહીં
તારું નામ લેતા કંઠ મારો ગદ્ ગદ્ થઈ જાય
મને દાદા ભગવાનનો રંગ લાગ્યો
રંગ લાગ્યો મને રંગ લાગ્યો
હે મને દાદાના નામનો રંગ લાગ્યો
દિનરાત બળું છતાં રાખોડી થવાય નહીં
દિનરાત બળું છતાં રાખોડી થવાય નહીં
કોયલો ધગધગતો છેડો ઝલાય નહીં
કોયલો ધગધગતો છેડો ઝલાય નહીં
કોયડાને તારા વિના કેમ ઉકેલાય
મને દાદાના નામનો રંગ લાગ્યો
રંગ લાગ્યો મને રંગ લાગ્યો
હે મને દાદાના નામનો રંગ લાગ્યો
કહ્યું કહેવાય નહીં સહ્યું સહેવાય નહીં
કહ્યું કહેવાય નહીં સહ્યું સહેવાય નહીં
દાદાના નામનો રંગ લાગ્યો
રંગ લાગ્યો મને રંગ લાગ્યો
હે દાદા ભગવાનનો રંગ લાગ્યો
હે રંગ લાગ્યો મને રંગ લાગ્યો
હે દાદાના નામનો રંગ લાગ્યો
હે દાદા ભગવાનનો રંગ લાગ્યો
હે રંગ લાગ્યો મને રંગ લાગ્યો
હે દાદા ભગવાનનો રંગ લાગ્યો