જાગો રે જાગો રે જાગો રે
જાગો રે જાગો રે જાગો રે
જાગો રે(૨)
જાગો રે(૨)
હે જગ જીવો જાગો રે હે પામો જ્ઞાન રે
કે માથે તારે મોત ભમે રે જગ જીવો જાગો રે
મોક્ષદાતાનો મહોર મારીને દેહ શુદ્ધાત્માનો છૂટ્ટકો કરીને
પામી જા દાદાનું જ્ઞાન નિજ ભાન નિજ ભાન નિજ ભાન રે
હે જગ જીવો જાગો રે
મન છે ગત જ્ઞાન દર્શનનું તું જ્ઞાતા દ્રષ્ટા જ્યમ દર્પણનું
અવસ્થાને સાચ ના માન ના માન ના માન રે
હે જગ જીવો જાગો રે
જગ છે આ તો પૂરણા ને ગલના તેમાં જ નિજ છે શાશ્વત ચેતના
પ્રગટાવી જા દીપમાળ દીપમાળ દીપમાળ રે
હે જગ જીવો જાગો રે
પ્રજ્ઞાદેવી છે તુજ પરણેતર ફાઈલ નિકાલશે આંતર બાહર
શાશ્વત લગનીના ગા ગાન ગા ગાન ગા ગાન રે
હે જગ જીવો જાગો રે
દાદા ભગવાન છે બ્રહ્માંડ સ્વામી પલમાં ભગવાન પદ જા તું પામી
થા દાદા પાસ તું ભગવાન ભગવાન, ભગવાન રે
હે જગ જીવો જાગો રે
હે જગ જીવો જાગો રે હે પામો જ્ઞાન રે
કે માથે તારે મોત ભમે રે જગ જીવો જાગો રે
હે જગ જીવો જાગો રે