હે દાદાજી તમને નમન અમે બાળ તમારા ભગવાન
કરજો કૃપા કરૂણાળ આપો અમને વરદાન
સર્વે દુઃખોથી મુક્તિ પામુ હે દાદાજી
એવુ મન હો અમારું પ્રભુ સદા સારા વિચારો કરતું
સૌંને સુખ હો અપાર કોઈ ના દુઃખી લગાર
શુભ ભાવોની ભજના કરૂ
એવી બુદ્ધિ હો અમારી પ્રભુ દુઃખમાંથી સુખ શોધી કાઢુ
જોઈ ખુદના જ દોષ સામો તદ્દન નિર્દોષ
સાચી સમજણ હું હૃદયે ધરૂ હે દાદાજી
એવું ચિત્ત હો અમારું પ્રભુ નિદીધ્યાસને સ્વામી ધરૂ
સ્વરૂપ મારૂ ખરૂ જે અંદરનું પ્રભુ તે સ્વરૂપના હું દર્શન કરું
એવી વાણી હો મારી પ્રભુ કોઈનો અહમ કદી ના દુભવુ
કોઈ કડવુ બોલે કઠોર વાણી વદે
તો યે પ્રીય વાણી હું બોલુ હે દાદાજી
એવુ વર્તન હો મારૂ પ્રભુ સૌના રૂદીયામાં સ્થાન પામું
સુખના સોદા કરું દુઃખ કદીના પીરશુ
શુદ્ધ પ્રેમ સ્વરૂપ થાઉ
હે દાદાજી હો તમને વંદન અમે બાળ તમારા ભગવાન
કરજો કૃપા કરૂણાળ આપો અમને વરદાન
સર્વે દુઃખોથી મુક્તિ પામુ હે દાદાજી