હે અંતર્યામી
હે અંતર્યામી સીમંધર સ્વામી ચરણે આવ્યો પ્રભુ હું મોક્ષગામી

સ્વરૂપ જ્ઞાનની દીક્ષા જ લઈને
દાદા ભગવાનની આજ્ઞા મા રહીને
મોક્ષે જવાનો નિશ્ચય છે મારો
કૃપા કરીને ઝીલો રે સ્વામી
હે અંતર્યામી સીમંધર સ્વામી ચરણે આવ્યો પ્રભુ હું મોક્ષગામી
ભ્રાંતિમાં મારું હતું જ અપદ
અપદ એતો હતું મરણ પદ
દાદા કૃપા થી પામ્યો હું સ્વપદ
દાદા ભગવાનને લાખો સલામ
હે અંતર્યામી સીમંધર સ્વામી ચરણે આવ્યો પ્રભુ હું મોક્ષગામી
હું ને મારા નામની માયા
ચરણે ધરું છું મન વચ કાયા
એક અવતારી થવું છે મારે
નિત્યે વિચારું સ્વરૂપ પામી
હે અંતર્યામી સીમંધર સ્વામી ચરણે આવ્યો પ્રભુ હું મોક્ષગામી
તમારું સ્વરૂપ મારું સ્વરૂપ છે
મારું સ્વરૂપ શુદ્ધાત્મા સ્વરૂપ છે
અનંત કાળ ના પાપોને બાળી
જ્ઞાની કૃપાથી બન્યો હું મોક્ષગામી