જ્ઞાની બાળ ઉવાચ
હતો આતમમાં કે મલ્લિમાં નથી મુજને ફેર એમાં (૨)
નિરંતર પ્રેરણામૂર્તિ દીસે સ્વ પરના ભેદ પાડે સદા (૨)
હતો આતમમાં કે મલ્લિમાં નથી મુજને ફેર એમાં
યુગો યુગોથી ઝંખતો હતો શુદ્ધ પ્રેમના સિંચન
અમી દૃષ્ટિએ પોષ્યા જ્યાં રુઝાયા ઘા ભવોભવના

હતો ક્યાં જઈ રહ્યો તો ક્યાં મળી મુજને સત્ય દિશા
બની ધ્રુવ કાંટો જગનો હવે ચીંધું મારગ મોક્ષ તણા
હતો આતમમાં કે મલ્લિમાં નથી મુજને ફેર એમાં
જ્યાં જાગી જાગ્રતિ દૃષ્ટિ ગજબનું જ્ઞાન પ્રગટ્યું જ્યાં
અહોહો વીતરાગ વિજ્ઞાન દીસ્યું ભજના શરૂ થઈ ત્યાં

હવે તો એકમેવ જ ધ્યેય જગત પામે એ આત્મવિજ્ઞાન
રચી શાસ્ત્રો નવા રાહે પ્રકાશો જગમાં અક્રમ જ્ઞાન
હતો આતમમાં કે મલ્લિમાં નથી મુજને ફેર એમાં
ખુલ્યો અક્રમ મારગ આજ વિજ્ઞાની જ્ઞાની પુરુષ પ્રગટ્યા
બની સેતુ વાચક ઉવાચ પુગાડું કરેક્ટ જ્ઞાન વિજ્ઞાન

મળ્યો મુજને જનનીનો સાથ પ્રેરે હૃદય અંકિત મૂરત
અભેદી આત્મદિપ મૂરત જગાવે જગતના અંતર જ્ઞાન