હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા
હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા હરિને ક્યાં ગોતે

જગ કર્તા વિશ્વ સંચાલન ભૂલ્યો પોતાથી જ પોતે
હરિને ક્યાં ગોતે

મંદિરમાં શોધ્યા મસ્જિદમાં શોધ્યા શોધ્યા ચહું પેર

તો યે ન લાધ્યા તોયે ન દીઠા
તો યે ન લાધ્યા તોયે ન દીઠા
સર્વજ્ઞ સંપૂર્ણની કોર
હરિને ક્યાં ગોતે
હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા હરિને ક્યાં ગોતે
હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા
શાસ્ત્રમાં શોધ્યા સાધનને ઘાયલ કર્યા ન જડ્યો આત્મા ક્યાંય

શાસ્ત્ર અભ્યાસે થયો અધ્યાસ
શાસ્ત્ર અભ્યાસે થયો અધ્યાસ
શબ્દભ્રમ પંડિતાઈ
હરિને ક્યાં ગોતે
હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા હરિને ક્યાં ગોતે
હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા
હરિ તું સ્વયં વસ્તુ હકીકત રૂપે જાણ
હરિ તું સ્વયં વસ્તુ હકીકત રૂપે જાણ
નહીં તો ભગત ભગવાન જુદા
નહીં તો ભગત ભગવાન જુદા
અન્યોન્ય અજાણ
હરિને ક્યાં ગોતે
હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા હરિને ક્યાં ગોતે
હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા
વેદાંત નહીં જૈન નહીં પક્ષાતીત ભાળ્યા ભગવાન

મતમતાંધી પક્ષાપક્ષી
મતમતાંધી પક્ષાપક્ષી
અહંકારી તપં બુદ્ધિમાન
હરિને ક્યાં ગોતે
હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા હરિને ક્યાં ગોતે
હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા
પૂજાવાની કામના જ્યાં મોક્ષ છેટે લાખ અવતાર

મોક્ષની જ કામના જ્યાં
મોક્ષની જ કામના જ્યાં
જ્ઞાની સામો મોક્ષદાન
હરિને ક્યાં ગોતે
હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા હરિને ક્યાં ગોતે
હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા
હરિ એ જ જ્ઞાની મૂર્તિમાન એ જ તુજ પ્રગટાત્મા

પૂનમ પ્રગટી જ્યાં
પૂનમ પ્રગટી જ્યાં
અભેદ શુદ્ધાત્મા સર્વાત્મા
હરિને ક્યાં ગોતે
હરિને ક્યાં ગોતે વિણ ભોમિયા હરિને ક્યાં ગોતે
જગ કર્તા વિશ્વ સંચાલન ભૂલ્યો પોતાથી જ પોતે
હરિને ક્યાં ગોતે
હરિને પામ જ્ઞાની ચરણે
હરિને પામ જ્ઞાની ચરણે
હરિને પામ જ્ઞાની ચરણે