હળીમળીને રહીએ ન ક્યાંય ભેદ પાડીએ
હળીમળીને રહીએ ન ક્યાંય ભેદ પાડીએ
સુખ સૌને આપીએ એ ભાવ દિલમાં રહે
રોજ નક્કી કરીએ એ જ રીતે ચાલીએ
ભૂલ થઈ જાય તો તરત પાછા ફરીએ
હળીમળીને રહીએ ન ક્યાંય ભેદ પાડીએ
સામો એડજસ્ટ થાય એ ન હવે જોઈએ
હું કઈ રીતે એડજસ્ટમેન્ટ લઉં
મન બુદ્ધિ અહંકાર ભલે બૂમાબૂમ કરે
કોઈને હું ગાંઠું નહીં જ્ઞાનમાં જ રહું
કોમનસેન્સ વધશે ને સૂઝ પણ ખીલશે
ગમ્મે ત્યાં સેટ થઈ જવાની શક્તિ આવશે
હળીમળીને રહીએ ન ક્યાંય ભેદ પાડીએ
હળીમળીને રહીએ ન ક્યાંય ભેદ પાડીએ
ન ગમે એવું જો આવે જ્યારી મારી સામે
લેટ ગો કરીને એને ભૂલી જઉં
ગમતું નથી જે વર્તન મને કોઈનું
એવું હું સામા સાથે ન ક્યારે કરું
સુખ આપવાથી વળતરમાં સુખ મળશે
માનવતાનો ગુણ ત્યારે જ ખીલશે
હળીમળીને રહીએ ન ક્યાંય ભેદ પાડીએ
હળીમળીને રહીએ ન ક્યાંય ભેદ પાડીએ
સામો તોડે જો કદી તો હું સાંધ સાંધ કરું
ભૂલ એની જોઈને નારાજ ના થઉં
માફી માંગી લઉં અને માફ કરી દઉં હું
ભેદ કોઈ કાળે પડવા ના દઉં
દાદા રાજી થશે અને કૃપા ઉતરશે
પ્રગતિના પંથે ઝટપટ વધાશે
હળીમળીને રહીએ ન ક્યાંય ભેદ પાડીએ
હળીમળીને રહીએ ન ક્યાંય ભેદ પાડીએ
સુખ સૌને આપીએ એ ભાવ દિલમાં રહે
રોજ નક્કી કરીએ એ જ રીતે ચાલીએ
હળીમળીને રહીએ ન ક્યાંય ભેદ પાડીએ
હળીમળીને રહીએ ન ક્યાંય ભેદ પાડીએ