ગુરુ તે કોને કહેવાય
જેને જોવાથી શીશ ઝૂકી જાય
ગુરુ તે કોને કહેવાય
જેને જોવાથી શીશ ઝૂકી જાય
માતા પિતા ને લૌકિક ગુરુ પાસ
વ્હેવારૂ શિક્ષણ જ્ઞાન
બાળપણાનાં સંસ્કાર સિંચન
માનસ ઘડતર જ્ઞાન
જેવાં પાણીડાં છંટાય તેવાં અંકુરે વર્તન થાય
જેવાં પાણીડાં છંટાય તેવાં અંકુરે વર્તન થાય
સદ્દગુરુ કોને કહેવાય ?જોઈને ત્રિયોગે વંદન થાય
સદ્દગુરુ કોને કહેવાય ?જોઈને ત્રિયોગે વંદન થાય
ગુરુ તે કોને કહેવાય
જેને જોવાથી શીશ ઝૂકી જાય
આંબો ને લીમડો 'છૂટાં' દર્શાવે
શાસ્ત્રસંમત નિર્દેશ
'મનખાં'ને 'કાર્ય'નો હેતુથી સુઝકો
નિર્વેર મૈત્રી આદેશ
વિશ્વે કુટુંબી થવાય જેથી એકત્વ સ્વાત્મ સંધાય
વિશ્વે કુટુંબી થવાય જેથી એકત્વ સ્વાત્મ સંધાય
સત્પુરુષ 'આ' કહેવાય સહેજે આત્મસમર્પણ થાય
સત્પુરુષ 'આ' કહેવાય સહેજે આત્મસમર્પણ થાય
ગુરુ તે કોને કહેવાય
જેને જોવાથી શીશ ઝૂકી જાય
આંખ્યુંમાં અઢળક ચૌદલોકી નૂર
દેવાનાંપ્રિય દેશનાર્થ
દૈવીકૃપા ને દેવોનું રક્ષણ
અંતિમ હિત પરમાર્થ
કૃપા યે મૂંગી વર્તાય 'જ્ઞાની' આપ્તપુરુષ ગણાય
કૃપા યે મૂંગી વર્તાય 'જ્ઞાની' આપ્તપુરુષ ગણાય
'સર્વજ્ઞ' નિશ્ચયે વંદાય મોક્ષ જ સુચરણો મેં સોહાય
'સર્વજ્ઞ' નિશ્ચયે વંદાય મોક્ષ જ સુચરણો મેં સોહાય
ગુરુ તે કોને કહેવાય
જેને જોવાથી શીશ ઝૂકી જાય
જગત કલ્યાણી જ્ઞાની પરિવાર
નિર્ભેદ મૂળ મહાજ્યોત
ઓહો ! અજાયબ ! અનંત સિદ્ધિ
સર્વત્ર ઊડ શાંતિ સ્ત્રોત
પ્રત્યક્ષ નિજ સ્વરૂપાય ગુરુત્તમ સન્મુખ મોક્ષ ઊપાય
પ્રત્યક્ષ નિજ સ્વરૂપાય ગુરુત્તમ સન્મુખ મોક્ષ ઊપાય
ગુરુ તે કોને કહેવાય
જેને જોવાથી શીશ ઝૂકી જાય
ગુરુ તે કોને કહેવાય
જેને જોવાથી શીશ ઝૂકી જાય
જોવાથી શીશ ઝૂકી જાય
જોવાથી શીશ ઝૂકી જાય