ખૂટતી શક્તિ માગીએ ભરપૂર આ ગુરુપૂનમે
મોક્ષમાર્ગની કચાશ કરીએ દૂર આ ગુરુપૂનમે
નિજસ્વરૂપમાં થઈએ તરબોળ આ ગુરુપૂનમે
શાશ્વત સુખની કરીએ અનુભૂતિ આ ગુરુપૂનમે
દિવ્ય અવસર ગુરુપૂનમનો ગામેગામ ઊજવીએ
દિવ્ય અવસર ગુરુપૂનમનો ગામેગામ ઊજવીએ
આનંદની લહેરો ચારેકોર ફેલાશે
આનંદની લહેરો ચારેકોર ફેલાશે
દિવ્ય અવસર ગુરુપૂનમનો ગામેગામ ઊજવીએ
દિવ્ય અવસર ગુરુપૂનમનો ગામેગામ ઊજવીએ
પૂર્ણ પૂનમના દર્શન મહાત્માઓ સહુ કરીએ
પૂર્ણ પૂનમના દર્શન મહાત્માઓ સહુ કરીએ
આરતી ભક્તિ પૂજન વિધિ શુદ્ધ ઉપયોગે કરીએ
આરતી ભક્તિ પૂજન વિધિ શુદ્ધ ઉપયોગે કરીએ
દિવ્ય અવસર ગુરુપૂનમનો ગામેગામ ઊજવીએ
દિવ્ય અવસર ગુરુપૂનમનો ગામેગામ ઊજવીએ
ભેગી થતી સર્વે ફાઈલો સમભાવે ઉકેલીએ
ભેગી થતી સર્વે ફાઈલો સમભાવે ઉકેલીએ
સામી પ્રકૃતિને ઓળખી જોઈ અથડામણ ટાળીએ
સામી પ્રકૃતિને ઓળખી જોઈ અથડામણ ટાળીએ
દિવ્ય અવસર ગુરુપૂનમનો ગામેગામ ઊજવીએ
દિવ્ય અવસર ગુરુપૂનમનો ગામેગામ ઊજવીએ
દિવ્ય અવસર ગુરુપૂનમનો ગામેગામ ઊજવીએ