આનંદ છે હા આનંદ છે હા આનંદ છે હા આનંદ છે હા હા
આનંદ છે હા આનંદ છે હા આનંદ છે હા આનંદ છે હા
આનંદ છે આનંદ છે ગુરુપૂનમે આનંદ છે
આનંદ છે આનંદ છે ગુરુપૂનમે આનંદ છે
પૂર્ણપૂનમના દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ
આંખો ઠરી સ્થિર દૃષ્ટિ થઈ ચંચળતા ત્યાં અદૃશ્ય થઈ
આનંદ છે આનંદ છે ગુરુપૂનમે આનંદ છે
નિજઘરમાં વૃત્તિ ફરી જ્યાં ત્યાં ભટકતી બંધ થઈ
હે સ્થિરતાનો સ્વાદ લઈ નિરાકુળતાને અનુભવી
સ્વાનંદ છે સ્વાનંદ છે નિજઆત્મામાં સ્વાનંદ છે
સ્વાનંદ છે સ્વાનંદ છે નિજઆત્મામાં સ્વાનંદ છે
આનંદ છે આનંદ છે ગુરુપૂનમે આનંદ છે
બુદ્ધિ વિલયને પામતી વીતરાગતના દર્શનથી
ડખા ગયા ડખલ ગઈ એકડો માંડતી એ બંધ થઈ
મુક્તાનંદ છે મુક્તાનંદ છે બુદ્ધિ શમે મુક્તાનંદ છે
મુક્તાનંદ છે મુક્તાનંદ છે બુદ્ધિ શમે મુક્તાનંદ છે
આનંદ છે આનંદ છે ગુરુપૂનમે આનંદ છે
નમ્યો અહમ્ જ્ઞાની ચરણે ભૂક્કો થઈને રાખ થઈ
નિર્મળ થવા હવે ફર્યો ગુરુતમથી લઘુતમ ભણી
પરમાનંદ છે પરમાનંદ છે પ્યોરિટીમાં પરમાનંદ છે
પરમાનંદ છે પરમાનંદ છે પ્યોરિટીમાં પરમાનંદ છે
આનંદ છે આનંદ છે ગુરુપૂનમે આનંદ છે
આ દર્શન આંખોમાં ઠર્યા એનું જ નિદિધ્યાસન કરી
સ્વરૂપ અમે અનુભવીશું એ રૂપની ભક્તિ થકી
વરદાન છે વરદાન છે દાદાનું આ વરદાન છે
વરદાન છે વરદાન છે દાદાનું આ વરદાન છે
પૂર્ણ પૂનમના દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ
આનંદ છે આનંદ છે જ્ઞાની સંગે આનંદ છે
આનંદ છે આનંદ છે જ્ઞાની સંગે આનંદ છે
પૂર્ણ પૂનમના દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ
આંખો ઠરી સ્થિર દૃષ્ટિ થઈ ચંચળતા ત્યાં અદૃશ્ય થઈ
પૂર્ણ્ર પૂનમના દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ
પૂર્ણ પૂનમના દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ
પૂર્ણ પૂનમના દર્શનથી અમે પામીશું પૂર્ણાહુતિ