ગુરુપૂનમ આજે સહુ ઉજવો દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે
વરસે વરસે મહાત્માઓ મળીએ અભેદતાનો આનંદ અહીંયા માણજો રે

દાદા શક્તિ એવી અમને આપજો પંચાજ્ઞા ને શુદ્ધાત્મામાં જ રહીએ

દોષ દીઠા વીણ એકુય ખાલી જાય ના
હો ગુરુપૂનમ આજે સહુ ઉજવો દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે
દાદા ભક્તિ એવી અમને આપજો સીમંધર સ્વામી ને આપ જ હૃદય રહો

અહો ભાવ હૃદયમાં આપનો સદા રહો એક ક્ષણ પણ તાર આપ સંગ ના તૂટો
હો ગુરુપૂનમ આજે સહુ ઉજવો દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે
દાદા જાગૃતિ એવી અમને આપજો બાવાને મંગળનો જ્ઞાતા સદા રહે

કર્તાપદ છોડી વ્યવસ્થિતને સ્થાપી દે શુદ્ધાત્માની સીટમાંથી બાવો ના ખસે
હો ગુરુપૂનમ આજે સહુ ઉજવો દાદા સૂક્ષ્મ સ્વરૂપે હાજર હોય રે
દાદા મુક્તિ એવી અમને આપજો સંસારે અસંસારી ભાવે રહે

કર્મોની આહુતિ જ્ઞાન રહો અંતે મોક્ષ પામી અનંત સુખમાં લહો