પધારો પધારો પધારો
પધારો પધારો પધારો
તીર્થંકર પ્રભુ દેવી દેવો ત્રિમંદિરે આપ બિરાજો
અમ સહુની આ ભાવ પ્રતિષ્ઠા કલ્યાણ કાજે વધાવો
પધારો પધારો પધારો પધારો પધારો પધારો
પધારો પધારો પધારો પધારો પધારો પધારો
સીમંધર અરિહંત જિનેશ્વર વર્તમાને શરણું આપો
વર્તમાને શરણું આપો
આદિનાથ અજિતનાથ પ્રભુ તારણહારા સૌને તારો
પાર્શ્વનાથ મહાવીર પ્રભુજી આપ જેવા વીતરાગ બનાવો
આપ જેવા વીતરાગ બનાવો
ચાંદ્રાયણ યક્ષદેવ તમે સૌ સમકિતી જીવોને રક્ષો
પાંચાગુલી યક્ષિણી દેવી સ્વામી સીમંધર પાસે પુગાડો
સ્વામી સીમંધર પાસે પુગાડો
શાસન દેવી પહ્માવતીમા દાદાઈ મિશનને આશિષ આપો
દાદાઈ મિશનને આશિષ આપો
સુદર્શનધારી શ્રીકૃષ્ણ સુદર્શનને સિદ્ધ કરાવો
સુદર્શનને સિદ્ધ કરાવો
સાંઈબાબા દયા કરીને દુખિયાને સુખિયા બનાવો
અંબામા હે આઘશક્તિમા પ્રાકૃત ગુણોને પ્રગટાવો
ભદ્રકાળી ને મહાકાળીમા હાજરાહજુરના સંકેત આપો
ચક્રેશ્વરીમા દુનિયાભરમાં વીતરાગી શાસન અજવાળો
વીતરાગી શાસન અજવાળો
જય શિવમ્ હે શિવ સ્વરૂપી નિજસ્વરૂપને લક્ષમાં આણો
નિજસ્વરૂપને લક્ષમાં આણો
પાર્વતીદેવી આપ અમારી પ્રકૃતિને સહજ બનાવો
પ્રકૃતિને સહજ બનાવો
હનુમાનજી આપના જેવી સ્વામી ભક્તિ સૌમાં જાગો
ગણેશજી કૃપા કરીને અમ બુદ્ધિને સમ્યક્ કરો
હે તીર્થંકર પહ્મનાભ પ્રભુ મોક્ષનો સાંધો મેળવી આપો
શાસન દેવી પહ્માવતીમા દાદાઈ મિશનને આશિષ આપો
દાદાઈ મિશનને આશિષ આપો
પધારો પધારો પધારો પ્રાણપ્રતિષ્ઠામાં પધારો
પધારો પધારો પધારો પ્રાણપ્રતિષ્ઠામાં પધારો
બિરાજો બિરાજો બિરાજો ત્રિમંદિરમાં બિરાજો
બિરાજો બિરાજો બિરાજો ત્રિમંદિરમાં બિરાજો
દાદા આવો દાદા આવો દાદા આવો પ્રાણ પુરવાને પધારો
દાદા આવો દાદા આવો દાદા આવો પ્રાણ પુરવાને પધારો
નીરુમા નીરુમા નીરુમા દાદાજી સાથે પધારો