હે મુંબઈમાં નીચે નદી વહે ને ઊંચી ટેકરી ટોચે
જ્યાં વસે પદ્માવતીમા ત્યાં ત્રિમંદિર શોભે
હે મુંબઈમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો
હે આવ્યો હે આવ્યો હે આવ્યો
દાદાના ત્રિમંદિરમાં ભવ્ય ઉત્સવ સર્જાયો
એક સાથે લાખો મહાત્મા કરે છે ભાવથી પ્રતિષ્ઠા
ને જ્ઞાની પૂરે પ્રાણ એક એક મૂર્તિમાં એવા
કે મૂર્તિઓ જીવતી થઈ જાય
એમાં ભગવાન પ્રગટ દેખાય
કરે જે દર્શન પામી જાય
એનો મોક્ષનો સિક્કો વાગી જાય
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
દાદા ભગવાનના અસીમ જયજયકાર હો
હો સ્વામી સીમંધરની વીતરાગી મુદ્રા
ને સુદર્શન સાથે શ્રીકૃષ્ણ છે કાળા
જીવમાંથી શિવ થયા એ પણ બિરાજે
ત્રણેયના દર્શનથી ભવોભવ કપાશે
જૈન શિવ વૈષ્ણવ ધર્મોના ભગવંતો સાથે સોહાયે
ધર્મોમાં મતભેદ જાયે નિષ્પક્ષપાતિ થવાયે
કે પૂર્વ વિરાધના ધોવાય
આધ્યાત્મિક શક્તિઓ રેડાય
શાશ્વતનું શરણું પ્રાપ્ત થાય
જે આત્મ અનુભવ આપી જાય હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
હો તુળજા ભવાની ને અંબામા સાક્ષાત
ને સંત શિરોમણિ સાંઈબાબા પ્રત્યક્ષ
ગણનાયક ગણપતિ હાજરાહજૂરા
ને રિદ્ધિ સિદ્ધિ બાલાજી સ્થપાયા
તીર્થંકરો ભૂત ભાવિ શાસન દેવો બિરાજ્યા
પરિણામો ચમત્કારી માથું ટેકે સર્જાયા
કે અડચણો દૂર થઈ જાય
ને જીવન આનંદે જાય
દાદા નીરુમાને વંદે ત્યાં
કૃપા આશિષ કરુણા અનુભવાય
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
હો ક્રાંતિકારી આ પગલું દાદાનું
શાંતિના પરમાણુ વહેશે અહીંથી
દેવી દેવોનું રક્ષાચક્ર સદા
ફરશે આ ક્ષેત્રે અનુભવશે મુંબઈ
જ્ઞાનીથી કેવળજ્ઞાની સિદ્ધો શોભાયમાન થાય છે
હસતા દરેકને જોઈ જગત વિસ્મરણ થાય છે
કે સુવર્ણકાળ દેખાય
ને ભીતરના વેર શમી જાય
શાંતિ અને શુદ્ધ ભાવો અહીં
એક એકના દિલમાં વ્યાપી જાય હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો