એક જ અભિલાષ છે મને મારું જીવન દાદામય બને
એક જ અભિલાષ છે મને મારું જીવન દાદામય બને
અંતરમાં આશ એક આપ્ત પુત્ર થાઉ
ચારિત્ર ગ્રહીને બ્રહ્ચર્ય સેવું
અંતરમાં આશ એક આપ્ત પુત્ર થાઉ
ચારિત્ર ગ્રહીને બ્રહ્ચર્ય સેવું
જગ કલ્યાણે આ જીવન વહે
મારું જીવન દાદામય બને
એક જ અભિલાષ છે મને મારું જીવન દાદામય બને
ચીકાશે રસેલી સૌ સંસારી માયા
તોયે વીતરાગો કદી ના ભરમાયા
ચીકાશે રસેલી સૌ સંસારી માયા
તોયે વીતરાગો કદી ના ભરમાયા
જ્ઞાતા દ્રષ્ટા થઇ જ્ઞાનમાં રહે
મારું જીવન દાદામય બને
એક જ અભિલાષ છે મને મારું જીવન દાદામય બને
જગના ઝેરાં બધાં હસતાં પચાવે
કરુણા સભર નેત્ર અમી વરસાવે
જગના ઝેરાં બધાં હસતાં પચાવે
કરુણા સભર નેત્ર અમી વરસાવે
નીલકંઠ જ શિવનારી વરે
મારું જીવન દાદામય બને
એક જ અભિલાષ છે મને મારું જીવન દાદામય બને
કલિયુગે સત્ યુગી સૌરભ રેલાતી
દાદા સત્સંગે ભ્રાંતિ વહેરાતી
કલિયુગે સત્ યુગી સૌરભ રેલાતી
દાદા સત્સંગે ભ્રાંતિ વહેરાતી
નીરુમા જ્ઞાન સંગે જીવન આ વહે
મારું જીવન દાદામય બને
એક જ અભિલાષ છે મને મારું જીવન દાદામય બને
અક્રમ વિજ્ઞાન આ અહો અહો કેવું
ના કોઈ શાસ્ત્ર મહીં ક્યાંયે કથેલુ
અક્રમ વિજ્ઞાન આ અહો અહો કેવું
ના કોઈ શાસ્ત્ર મહીં ક્યાંયે કથેલુ
જ્ઞાની ચરણે પહોંચે તે પામે
મારું જીવન દાદામય બને
એક જ અભિલાષ છે મને મારું જીવન દાદામય બને
પાંચ આજ્ઞા એ જ પ્રત્યક્ષ છે દાદા
પાળું હરપળ હું તો રાજીપો લેવા
પાંચ આજ્ઞા એ જ પ્રત્યક્ષ છે દાદા
પાળું હરપળ હું તો રાજીપો લેવા
પરમ વિનયી દાદાને ગમે
મારું જીવન દાદામય બને
એક જ અભિલાષ છે મને મારું જીવન દાદામય બને
મારું જીવન દાદામય બને
ઓ મારું જીવન દાદામય બને