એક બીજાના પૂરક થઈને
એક બીજાના પૂરક થઈને સ્વામી મિશનને ધપાવીશું
અટકે ત્યાંથી વધારીશું બગડે ત્યાંથી સુધારીશું
એક બીજાના પૂરક થઈને સ્વામી મિશનને ધપાવીશું
અટકે ત્યાંથી વધારીશું બગડે ત્યાંથી સુધારીશું
હો શક્તિ આપજો દાદા શક્તિ આપજો
હો હો શક્તિ આપજો દાદા શક્તિ આપજો
કોઈનું ઊંધું જોવામાં બુદ્ધિનું સાંભળશું નહીં
કામકાજના સોલ્યુશનમાં એને ખાલી કરી દઈશું
કોઈનું ઊંધું જોવામાં બુદ્ધિનું સાંભળશું નહીં
કામકાજના સોલ્યુશનમાં એને ખાલી કરી દઈશું
હો શક્તિ આપજો દાદા શક્તિ આપજો
હો હો શક્તિ આપજો દાદા શક્તિ આપજો
રિલેટીવને ડિવેલ્યુ કરી જીવતા મરી સ્વમાં જીવશું
જ્ઞાન દષ્ટિથી અકર્તા નિર્દોષ શુદ્ધ જ જોઈશું
રિલેટીવને ડિવેલ્યુ કરી જીવતા મરી સ્વમાં જીવશું
જ્ઞાન દષ્ટિથી અકર્તા નિર્દોષ શુદ્ધ જ જોઈશું
હો શક્તિ આપજો દાદા શક્તિ આપજો
હો હો શક્તિ આપજો દાદા શક્તિ આપજો
કોઈની પાસેથી બદલામાં કાઈ પણ જોઈતું નથી
પ્યોરિટીના પડઘાને જગતભરમાં ફેલાવીશું
કોઈની પાસેથી બદલામાં કાઈ પણ જોઈતું નથી
પ્યોરિટીના પડઘાને જગતભરમાં ફેલાવીશું
હો શક્તિ આપજો દાદા શક્તિ આપજો
હો હો શક્તિ આપજો દાદા શક્તિ આપજો
જગત આખું ખેંચાશે આવશે શોધતું અહીં
ચાખ્યો નથી જે પ્રેમ એણે એનો સ્વાદ ચખાડીશું
જગત આખું ખેંચાશે આવશે શોધતું અહીં
ચાખ્યો નથી જે પ્રેમ એણે એનો સ્વાદ ચખાડીશું
હો શક્તિ આપજો દાદા શક્તિ આપજો
હો હો શક્તિ આપજો દાદા શક્તિ આપજો
જગત કલ્યાણના તંબુમાં ટેકો ધરશું ખૂટી થઈ
દાદાઈ ભાવના પૂરી કરવા તન મન ધનથી ફના થઈશું