દોડી દોડી ને જાવું
દોડી દોડીને જવું જ્ઞાનીના ચરણોમાં
લઘુમાં લઘુ જેનો વ્યવહાર (૨) દોડી દોડી
અંતરદાહ અથડામણો ભવોભવની ગુંચામણો (૨)
અંતરદાહ
એક દષ્ટિ એને તોડે દોડી દોડી
મન ના દુઃખો તનના કષ્ટો વાણી ના ઘાને કયાંથી રૂઝવશો (૨)
મન ના દુઃખો
સમદષ્ટિ ત્રણને જુએ દોડી દોડી
ભાવમરણ આ ભવોભવનું ભાવદયા આ ભવમાત્રની
ભાવમરણ
સજીવનની સંજીવની દોડી દોડી
ચરણરજ આ પાપણ સ્પર્શે પાપ ધોવાતા અલઘુ પ્રગટે
ચરણરજ આ
મહીંથી તેડે અનયની દોડી દોડી