દેહધારી અરીહંત સીમંધર સ્વામી
બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી
સર્વ શાસન દૈવગણ સંરક્ષણ આપજો
પદ્માવતી દેવી સૌની પ્રાર્થના પૂગાડજો
આ ક્ષેત્રે આવેલાને કાયમ હો શાંતિ
અનાસક્ત નિષ્કામ અખંડ હો સમાધિ
દેહધારી અરીહંત સીમંધર સ્વામી
દુનિયામાં પ્રસરો અક્રમ વિજ્ઞાન
કલ્યાણી મંગલમ્ વ્યક્ત ભગવાન
મહાવીર શાસને સિદ્ધાસન પામી
સર્વ વ્યાપ્ત સૂક્ષ્મત્વે અક્રમજ્ઞાની
દેહધારી અરીહંત સીમંધર સ્વામી
ચોથા આરાને લાયક સદ્-ગુણ
ઉત્પન્ન કરતી પંચાજ્ઞા મૂળ
ક્ષેત્ર મહાવિદેહે સંયમધામી
અણુવ્રત મહાવ્રત વર્તે અનામી
દેહધારી અરીહંત સીમંધર સ્વામી
ભારત ભૂમિ કે સ્વામી નો ઋણાનુબંધ
કરી ગ્યા છે દાદાજી અમ્મારો પ્રબંધ
ઉદ્ધારો અમને અંતરયામી
સ્વામી સન્મુખે સુણીશું વાણી
દેહધારી અરીહંત સીમંધર સ્વામી
આપનાં જ દર્શને ખૂલશે કેવળજ્ઞાન
દાદાજીએ કંડારેલી મૂર્તિઓમાં પ્રતિષ્ઠાન
વરખ ચોંટાડશે સીમંધર સ્વ-અમી
વિજ્ઞાન ઉઘાડશે પ્રત્યક્ષ સ્વામી
દેહધારી અરીહંત સીમંધર સ્વામી
સિદ્ધગતિના સેતુનું સંધાન
અપૂર્વ ઉપકારી જિનેશ્વર વર્તમાન
વર્તમાને તીર્થંકર મોક્ષપ્રદાની
પ્રેમલ રસેશ્વર સાષ્ટાંગ વંદામિ
દેહધારી અરીહંત સીમંધર સ્વામી
પાંચાગુલિ દેવી ચાંદ્રાયણ યક્ષદેવ
જ્યાં હોય ત્યાંથી જયતે સત્યમેવ
આશીર્વાદે પર્ષદા શુદ્ધ સત્ કામી
દાદાજીનાં મહાત્માને આવકારે ત્યાંથી
દેહધારી અરીહંત સીમંધર સ્વામી
ચોવીસીના તીર્થંકર શ્રીકૃષ્ણ ભગવાન
સ્વકલ્યાણી સ્વ રૂપી ૐ નમઃ શિવાય
ત્રિમંત્રી એકત્વ ત્રિક્કરણ તારિણી
અહો અહો અહો શ્રી સીમંધર સ્વામી
અહો અહો અહો શ્રી સીમંધર સ્વામી
દેહધારી અરીહંત સીમંધર સ્વામી
બ્રહ્માંડી શ્રીમંત સ્વાતમગામી
અહો અહો અહો શ્રી સીમંધર સ્વામી