દાદાનું અક્રમ
દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણને ભાવે રે

સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે
મન વચન કાયા ફાઈલો જાણી સમભાવે નિકાલ કરે જે

શુદ્ધાત્મા છું લક્ષ અનુભવ પ્રતીતિ ના જાયે રે

ચંચળ અવસ્થા ને અચળ પોતે જોઈ જાણી શુદ્ધ ઉપયોગે રે

શુદ્ધ ચિત્ત શુદ્ધ જ્ઞાન ચારિત્ર શુદ્ધ
જ્યાં પરમાત્મા દેહધારી રે
જ્યાં પરમાત્મા દેહધારી રે
દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણને ભાવે રે
સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે
પરક્ષેત્રે ઉપલક સ્વક્ષેત્રે ચોક્કસ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી રે

કરુણાનો એસિડ પ્રેમનાં પુષ્પો
વેરાયા ત્યાં તો પ્રસાદી રે
વેરાયા ત્યાં તો પ્રસાદી રે
દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણને ભાવે રે
સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે
પરમ વિનય ને હું કંઈ જ જાણું નહીં બે જ પુષ્પો ચઢાવી રે

ચરણ ધરી સાચા ઉરે કહો દાદા
અમે માથે પડ્યા તમારી રે
અમે માથે પડ્યા તમારી રે
દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણને ભાવે રે
સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે
બ્રહ્માંડ ધ્રુજાવે શું ના કરી શકે માગો તો મોક્ષ મોક્ષાર્થી રે

રોકડો જ મોક્ષ જ્યાં કલાકે હાથમાં
નહીં ક્ષણની ઉધારી રે
નહીં ક્ષણની ઉધારી રે
દાદાનું અક્રમ જ્ઞાન અપૂર્વ આજ જગત કલ્યાણને ભાવે રે
સ્વદોષ નિહાળી નિર્દોષ થઈને જગ નિર્દોષિત ભાળે રે
જો ના સમજ્યો દાદાના દર્શન આરો નહીં તારો ભવોભવ રે

પોતે પોતાને સ્વગૃહે આજે
દાદાર્થી જ આત્મ અનુભવે રે