દાદાઇ દિક્ષા લઇ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા રે મારા પૂર્ણ ભગવાન મારા પૂર્ણ ભગવાન
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
જગત હારીને અમે જીતીયા રે જીત હારને જોનાર જીત હારને જોનાર
બાળી દીધી કર્મ ગાંસડી
દાદાએ દીધું અક્રમ જ્ઞાન દાદાએ દીધું અક્રમ જ્ઞાન
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
મન વચન કાયાથી નોખું રે મારું મૂળ મુકામ મારું મૂળ મુકામ
પરમ શાંતિ સાંપડી
દાદાએ દીધાં મોક્ષના દાન દાદાએ દીધાં મોક્ષના દાન
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
જ્ઞાતપુત્રોને શાંતિ આપજો રે હૃદે બેસી ભગવાન હૃદે બેસી ભગવાન
શક્તિ અનંત પૂરી દીધી
શક્તિ અનંત પૂરી દીધી
દાદાએ દીધું અક્રમ જ્ઞાન દાદાએ દીધું અક્રમ જ્ઞાન
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
અખંડ બ્રહ્મચર્ય સાધીયું રે મારા પૂર્ણ શીલવાન મારા પૂર્ણ શીલવાન
વિકારો સહુ મીટીયા
દાદાએ દીધું શીલદાન દાદાએ દીધું શીલદાન
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
વીસે વર્તમાને બહુ વ્હાલા છો મારા સીમંધર ભગવાન મારા સીમંધર ભગવાન
વર્તમાને અમને તારીયા
દાદાએ સાંધ્યો મોક્ષતાર દાદાએ સાંધ્યો મોક્ષતાર
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
અખંડ આનંદ અનુભવે રે તારા દરશન કરનાર તારા દરશન કરનાર
ઠારી દીધી અંતર આંતડી
ઠારી દીધી અંતર આંતડી
દાદાએ કર્યા ઠંડાગાર દાદાએ કર્યા ઠંડાગાર
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
સહજ ક્ષમા વર્તાવજો રે મારા કરુણાસાગર મારા કરુણાસાગર
અમે તો ભૂલોના ડુંગરા
અમે તો ભૂલોના ડુંગરા
દાદા તો ભૂલો ભાંગનાર દાદા તો ભૂલો ભાંગનાર
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
જ્ઞેય જાણી સ્વમાં સ્થિર થઉં રે મારા જ્ઞાયક ભગવાન મારા જ્ઞાયક ભગવાન
જ્ઞાતા પદને સ્થાપીયું
જ્ઞાતા પદને સ્થાપીયું
દાદા તો જ્ઞાન અવતાર દાદા તો જ્ઞાન અવતાર
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા રે મારા પૂર્ણ ભગવાન મારા પૂર્ણ ભગવાન
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા
દાદાઈ દીક્ષા લઈ આવ્યા