દાદા તારા પગલાને ઝૂકી ઝૂકીને મારે નમવું છે

મોક્ષનો સાંધો મેળવી આપ્યો સર્વ સમર્પું તમને રે

અક્રમના સંસ્કારો પામી અંતર શક્તિ ખીલી રે
મન વાણી ને વર્તન ખીલ્યા અંતઃસ્કરણ પણ ખીલ્યું રે
લબ્ધી આ તારી દેણ મારું આમાં કઈ ના રે
દાદા તારા પગલાને ઝૂકી ઝૂકીને મારે નમવું છે
ખીલવી આપે પોઝિટિવિટી ત્યારથી આંનદ રહે છે રે
ઊંધાંમાં સવળું શોધું છું દુઃખ મને ના અડતું એ
દ્રષ્ટિ આ તારી દેણ મારું આમાં કઈ ના રે
દાદા તારા પગલાને ઝૂકી ઝૂકીને મારે નમવું છે
હૃદય ખીલવ્યું આપે મારું ક્યાંય જુદાઈ ના દીસે રે
સહુની સાથે એકતા લાગે જીવતર આખું ખીલ્યું રે
સમજણ આ તારી દેણ આમાં મારું કઈ ના રે