દાદા કૃપા ઉતરી એવી મારી દ્રષ્ટિ આજે ખુલી
દોષો અનંત દેખાયા જુદા જોયા મેં
જોતા ગયા એમ ખર્યાં હળવા હળવા અનુભવ્યા
અહો અહો જ્ઞાની કૃપા શત શત વંદન હો
હવે સ્વછંદે ના ચાલું માથે દાદાને હું રાખું
ડગલું પૂછી પૂછીને હવે આગળ વધુ
મારગ ફંટાઈ ન જાય એવો જાગૃત રહું
જ્ઞાની કૃપા ઉતરી એવી મારી દ્રષ્ટિ આજે ખુલી
દોષો અનંત દેખાયા જુદા જોયા મેં
દાદા કૃપા ઉતરી એવી મારી દ્રષ્ટિ આજે ખુલી
દોષો અનંત દેખાયા જુદા જોયા મેં
હવે દ્રષ્ટિ ના બગાડું દોષો થ્રી વિઝને બાળું
હથિયાર પ્રતિક્રમણનું સાથે રાખું
શીલની રક્ષા કાજે સત્ ના સંગમાં રહું
જ્ઞાની કૃપા ઉતરી એવી મારી દ્રષ્ટિ આજે ખુલી
દોષો અનંત દેખાયા જુદા જોયા મેં
દાદા કૃપા ઉતરી એવી મારી દ્રષ્ટિ આજે ખુલી
દોષો અનંત દેખાયા જુદા જોયા મેં
શક્તિ વાળુ સીધે મારગ જગત કલ્યાણ કાજ
દુરુપયોગ ના થાયે જો જો એટલું રે
બાળ નાનો ગણી પગલે પગલે ચેતવજો રે
જ્ઞાની કૃપા ઉતરી એવી મારી દ્રષ્ટિ આજે ખુલી
દોષો અનંત દેખાયા જુદા જોયા મેં
દોષો અનંત દેખાયા જુદા જોયા મેં