દાદાએ માર્ગ ખોલ્યા મોક્ષના
અંતરાયો તોડ્યા સ્ત્રી દેહના
હવે એક લક્ષ છે જાવું પ્રકૃતિ પાર છે
આવરણો ભેદી કપટ મોહના હો હો હો દાદાએ
૨૦૦૫ની આ સાલને તો ધન્ય છે
અડાલજ ક્ષેત્ર કેરી ધરતી ને ધન્ય છે
દાદાની પ્રત્યક્ષ હાજરીને ધન્ય છે
નીરુમાના અખંડ સાનિધ્યને ધન્ય છે
મુશ્કેલ આ ગુણાકાર મળવા
છોડાવનાર છૂટનાર સાથમાં
મંડી ગ્રંથિ ફફડવા ઘર છોડી ભાગવા
છે મંજાલ રહે હવે પીંડમાં હો હો હો દાદાએ
ધાર્યું કરાવવું ને કરવું મંજૂર નથી
બીજાના દોષ જોવા અમને કબૂલ નથી
વિકારી વૃત્તિની પક્કડમાં ફસાવું નથી
ભૂલોને ઢાંકવાનો હવે કોઈ સ્કોપ નથી
ધરનાર અમે આ ટેકના
થઈશું હવે પ્રકૃતિને વશ ના
હૈયે ખૂબ હામ છે
નીરુમાનું જોમ છે
અને દાદા ભગવાન છે સાથમાં હો હો હો દાદાએ