દાદા દીવો ૧
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ
સ્વરૂપ પ્રકાશિત દાદા નો દરબાર
પહેલો દીવો દૃષ્ટિ વ્યવહાર
સર્વાતમ જગ રૂપીને કરમાળ
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ
બીજો દીવો નિશ્ચય વરમાળ
દિવ્યચક્ષુ થી શુદ્ધ ને નમસ્કાર
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ
ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાળ
અકર્તા ગાય સૂણે સ્વ ભજન માળ
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ
ચોથો દીવો સમભાવે નિકાલ
નીરાગી વીતરાગે કરુણા ધાર
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ
પંચમ દીવો શુદ્ધાત્મા સાધાર
શુદ્ધ ખાતાવહી નિર્ભેદ વેપાર
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ
આ મૂર્તામૂર્ત પ્રગટ છે અવતાર
પંચ પરમેષ્ટિ સુચરણે સાક્ષાત્કાર
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ
દાદા નો દીવો દાદા નો દરબાર
ઝવેર મૂળ હીરા આ ઝાકઝમાળ
મૂળ દીવાથી પ્રગટો દીપકમાળ
સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર