હે દાદા હે દાદા
દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી
પ્રાણ પૂરવાને વહેલા આવજો
હો દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી
પ્રાણ પૂરવાને વહેલા આવજો
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા અગ્નિથી જગ જલી રહ્યું હો હો
હવે તો હદ આવી સહેવાની જુઓ
દાદા અગ્નિથી જગ જલી રહ્યું, હો હો
હવે તો હદ આવી સહેવાની જુઓ
જગને ઠારવાને શાંતિ સ્થાપવાને
જગને ઠારવાને શાંતિ સ્થાપવાને
હવે તો વહેલા વહેલા આવો આવો આવો રે
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા અગ્નિથી જગ જલી રહ્યું હો હો
હવે તો હદ આવી સહેવાની જુઓ
દાદા અગ્નિથી જગ જલી રહ્યું, હો હો
હવે તો હદ આવી સહેવાની જુઓ
જગને ઠારવાને શાંતિ સ્થાપવાને
જગને ઠારવાને શાંતિ સ્થાપવાને
હવે તો વહેલા વહેલા આવો આવો આવો રે
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા જગ જુઓ કેવું ખદબદી રહ્યુ હો હો
માન વેર ઝેર ને અહમ્થી હો
દાદા જગ જુઓ કેવું ખદબદી રહ્યુ હો હો
માન વેર ઝેર ને અહમ્થી હો
ઊંધી મતિ કાપવા સમ્યક્ દષ્ટિ સ્થાપવા
ઊંધી મતિ કાપવા સમ્યક્ દષ્ટિ સ્થાપવા
વહેલા વહેલા વહેલા વહેલા આવો આવો આવો રે
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ધરતી સૌરાષ્ટ્રની હો હો
જ્ઞાનવૃષ્ટિ ઝંખી રહી
દાદા ધરતી સૌરાષ્ટ્રની હો હો
જ્ઞાનવૃષ્ટિ ઝંખી રહી
તમારી ભાવનાને પૂર્ણતા બક્ષવાને
તમારી ભાવનાને પૂર્ણતા બક્ષવાને
રાજકોટ વહેલા વહેલા આવો આવો આવો રે
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દાદા ભગવાન
પક્ષાપક્ષી ધર્મમાં ટાળવાને હો હો
ત્રિમંદિર ઠેર ઠેર સ્થાપવાને
પક્ષાપક્ષી ધર્મમાં ટાળવાને હો હો
ત્રિમંદિર ઠેર ઠેર સ્થાપવાને
રાજકોટમાં જ ત્રિમંદિર બંધાયું રે
રાજકોટમાં જ ત્રિમંદિર બંધાયું રે
પ્રાણ પૂરવાને વહેલા આવો આવો આવો રે
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા એવી પ્રતિષ્ઠા કરજો રે હો હો
શાંતિ અહીંથી સદા વિશ્વે વહે હો
દાદા એવી પ્રતિષ્ઠા કરજો રે હો હો
શાંતિ અહીંથી સદા વિશ્વે વહે હો
શિવ કૃષ્ણ સીમંધરને જીવંત કરવાં
શિવ કૃષ્ણ સીમંધરને જીવંત કરવાં
રાજકોટ ગામે વહેલા આવો આવો આવો રે
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દાદા ભગવાન
જગતને તારવાની ભાવના હો હો
આજે સાકાર થઈ શીઘ્રમાં
જગતને તારવાની ભાવના હો હો
આજે સાકાર થઈ શીઘ્રમાં
આજે દર્શન દેવા સહુને શક્તિ પૂરવા
આજે દર્શન દેવા સહુને શક્તિ પૂરવા
પવિત્ર તીર્થ સ્થાપવા આવો આવો આવો રે
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દાદા ભગવાન
દાદાશ્રી ઉવાચ મેર ગાંડીયા
ત્રિમંદિર મેં જ બનાવ્યું રે
દાદાશ્રી ઉવાચ મેર ગાંડીયા
ત્રિમંદિર મેં જ બનાવ્યું રે
આમંત્રણ આપું હું પ્રાણ પૂરીશ હું
આમંત્રણ આપું હું પ્રાણ પૂરીશ હું
મહાત્માઓ રાજકોટ ગામે આવો આવો આવો રે
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી
પ્રાણ પૂરવાને વહેલા આવજો
હો દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી
પ્રાણ પૂરવાને વહેલા આવજો
દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી
જગકલ્યાણ કરવા આવજો
હો દાદા ભગવાન તમે જ્યાં હો ત્યાંથી
જગકલ્યાણ કરવા આવજો
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દાદા ભગવાન
દાદા ભગવાન દાદા ભગવાન